મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની  ફિલ્મ છપાક રીલિઝ 10 જાન્યુઆરીના રોજ રીલિઝ થઇ રહી છે. ફિલ્મના  રીલિઝ અગાઉ દીપિકા પાદુકોણનું જેએનયુ જવા અને વિદ્યાર્થીઓને સપોર્ટ કરવું ખૂબ ચર્ચામાં રહ્યું. જેએનયુ જવાના  કારણે દીપિકાની ફિલ્મને ફાયદો થશે કે નુકસાન થશે એ તો સમય બતાવશે.

દીપિકાના જેએનયુ પહોંચ્યાના બે દિવસની અંદર કૌશલ્ય વિકાસ અને  સાહસિકતા મંત્રાલય તરફથી એક પત્ર મોકલવામાં આવ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યુ છે કે સ્કિલ ઇન્ડિયા માટે નિયમિત પ્રક્રિયા હેઠળ થનારી કમ્યુનિકેશન અને પ્રમોશનલ એક્ટિવિટી દરમિયાન ટીમ ઇન્ડિયા હાઉસિસ અને અન્ય ઓર્ગેનાઇઝેશનથી આઇડિયા લેવામાં આવે છે જેથી ચીજોને ક્રોસ  પ્રમોટ કરી શકાય.

પ્રોડક્શન ટીમે ફિલ્મને પ્રમોટ કરવા માટે સ્કિલ ઇન્ડિયાનો સંપર્ક કર્યો હતો. આ સંદર્ભમાં ફિલ્મના કલાકારોએ કેટલીક એસિડ સર્વાઇવર્સ અને કેટલાક દિવ્યાંગોનો સંપર્ક કર્યો જે સ્કિલ ઇન્ડિયાનો લાભ લઇ રહ્યા હતા. જોકે, કોઇ પણ પાર્ટી સાથે સીધી રીતે કોઇ સંપર્ક કરી શકાયો નથી. મંત્રાલય કોઇ પણ રીતે આ પ્રકારની ચીજો સ્વીકાર કરતું નથી. ધ પ્રિન્સના એક રિપોર્ટ અનુસાર, એસિડ એટેક સર્વાઇવર્સ માટે બનાવવામા આવેલા એક વીડિયો માટે દીપિકાની સ્કિલ ઇન્ડિયા સાથે વાતચીત થઇ હતી.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે એ વીડિયો જોયો અને વીડિયો અંગેની રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, 45 સેકન્ડના આ વીડિયોમાં દીપિકા પાદુકોણ સ્કિલ ઇન્ડિયા અને ભારતના તમામ નાગરિકોને સમાન તક આપવાની વાત કરી રહી છે. આ વીડિયો બુધવારે રીલિઝ થવાનો હતો પરંતુ મંગળવારે નિર્ણય લેવામાં આવ્યો કે આ વીડિયોને ડ્રોપ કરવામાં આવશે.