Deepika Padukone-Ranveer Singh: ભારતીય સ્પોર્ટ્સ ઓનર 2023માં હિન્દી સિનેમાના ફિલ્મ સ્ટાર્સનો મેળાવડો થયો હતો. આ ખાસ અવસર પર બી-ટાઉનનું ફેવરિટ કપલ સુપરસ્ટાર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન દીપિકાના પિતા અને પૂર્વ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણ પણ પુત્રી અને જમાઈ સાથે જોવા મળ્યા હતા. પરંતુ દીપવીરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં દીપિકા પતિ રણવીરને હાથ સુદ્ધા પકડવા ના દેતી હોવાનું સ્પષ્ટ જોવા મળી રહી છે. આ વીડિયો પર ફેન્સની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

શું દીપિકા અને રણવીર વચ્ચે ઓલ ઈઝ નોટ વેલ?

ફેમસ સેલિબ્રિટી ફોટોગ્રાફર માનવ મંગલાનીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને પ્રકાશ પાદુકોણ ઈન્ડિયન સ્પોર્ટ્સ ઓનરના રેડ કાર્પેટ પર હાજર જોવા મળે છે. આ દરમિયાન રણવીર તેની પત્ની દીપિકાનો હાથ પકડવા આગળ વધે છે. પરંતુ અભિનેત્રી પતિ અને અભિનેતા રણવીરને હાથ આપવાનો ધરાર ઈનકાર કરતી જોવા મળી હતી. વીડિયોમાં દીપિકા અને રણવીરની આ ક્ષણને જોઈને સોશિયલ મીડિયા પર એ ચર્ચાએ જોર પકડ્યું છે કે કદાચ દીપવીર વચ્ચે ઓલ ઈઝ વેલ નથી. આ મામલે લોકો આ વીડિયો પર પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ચાહકોએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે...

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના આ લેટેસ્ટ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે- તેમની બોડી લેંગ્વેજ એકદમ જ બદલાઈ ગઈ હોય તેવું લાગે છે. મને લાગે છે કે આ ઘટના પહેલા આ બંને વચ્ચે જબરદસ્ત લડાઈ થઈ હતી. તો બીજી તરફ એક યુઝરે લખ્યું છે કે- 'દીપિકા ગુસ્સામાં છે, તેણે તેનો હાથ ના પકડ્યો'. આ રીતે ઘણા લોકો આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આવનારા સમયમાં રણવીર સિંહ ફિલ્મ 'રોકી' અને 'રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે અને દીપિકા પાદુકોણ ફિલ્મ 'ફાઈટર'માં જોવા મળશે.





Indian Sports Honours 2023માં પિતા પ્રકાશ સાથે પહોચ્યા Deepika-Ranveer


ઈન્ડિયન સ્પોર્ટ્સ ઓનર 2023 દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પિતા પ્રકાશ પાદુકોણ સાથે ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ તસવીરોમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની કેમેસ્ટ્રી નહીં પરંતુ સસરા અને જમાઈની બોન્ડિંગ વધુ જોવા મળી હતી.

દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ એક મહાન બેડમિન્ટન ખેલાડી રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં તેમનું આ કાર્યક્રમમાં આવવું નિશ્ચિત છે. દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને પ્રકાશ પાદુકોણ બધા બ્લેક આઉટફિટ્સમાં જોવા મળ્યા હતા.