Dhanashree Verma Post Amid Divorce Rumors: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડાના સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે. બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર પણ અનફોલો કરી દીધા છે. ભારતીય સ્પિનર ​​ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ દ્વારા સતત રહસ્યમય પોસ્ટ શેર કરતો જોવા મળે છે. હવે છૂટાછેડાના સમાચાર વચ્ચે ચહલની પત્ની ધનશ્રી વર્માએ પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે. તેણે મૌન તોડતા આક્રોશ પણ વ્યક્ત કર્યો છે.


ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં ધનશ્રીએ કહ્યું કે, તેનું મૌન તેની નબળાઈ નહીં પણ તાકાત છે. આ સિવાય ધનશ્રીએ અન્ય લોકોના ઉત્થાનની વાત કરી હતી. ચહલની પત્નીએ તેના વિરુદ્ધ ફેલાઈ રહેલી અફવાઓ વિશે પણ વાત કરી હતી.


 




તેની સ્ટોરીમાં ધનશ્રી વર્માએ લખ્યું છે કે,છેલ્લા કેટલાક દિવસો મારા અને મારા પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. જે ખરેખર ખલેલ પહોંચાડે છે તે પાયાવિહોણું લખાણ, તથ્યો વિનાનું અને નફરત ફેલાવનારા ફેસલેસ ટ્રોલ દ્વારા મારી પ્રતિષ્ઠા પર હુમલો છે.


તેણે આગળ લખ્યું, મેં મારું નામ અને પ્રામાણિકતા બનાવવા માટે વર્ષોથી સખત મહેનત કરી છે. મારું મૌન નબળાઈની નિશાની નથી, પરંતુ સત્યની નિશાની છે. જ્યાં નકારાત્મકતા ઓનલાઈન સરળતાથી ફેલાઈ જાય છે, ત્યાં કોઈ બીજાને ઉપર ઉઠાવવા માટે સાહસ અને કરુણાની જરુર હોય છે.  હું મારા સત્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને મારી વેલ્યૂ પર કાયમ રહેતા આગળ વધવા માંગુ છું, જસ્ટિફિકેશન વગર સત્ય હંમેશા સીધુ ઉભુ રહે છે.


છૂટાછેડા પર બંનેએ પોતાનું મૌન તોડ્યું નથી


મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે ચહલ અને ધનશ્રીના છૂટાછેડા નિશ્ચિત છે. જો કે, નોંધનીય છે કે અત્યાર સુધી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા દ્વારા છૂટાછેડાને લઈને કંઈ કહેવામાં આવ્યું નથી. હવે શું થાય છે તે જોવું રસપ્રદ રહેશે.


આ પણ વાંચો...


Entertainment: યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી સાથેના અફેરને લઈને પહેલીવાર બોલ્યો રુમર્ડ બોયફ્રેન્ડ, જાણો વાયરલ ફોટો અંગે શું કહ્યું?