Captain Miller Teaser Out: સાઉથ સુપરસ્ટાર ધનુષ એક વાર ફરીથી ફિલ્મી પડદે ધમાલ મચાવવા આવી રહ્યો છે. ધનુષની પૈન ઈન્ડિયા ફિલ્મ 'કેપ્ટન મિલર'નું (Captain Miller) ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ધનુષની ફિલ્મની જાહેરાત દમદાર ટીઝર વીડિયો શેર કરીને કરવામાં આવી છે. ટીઝર વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઈંસ્ટાગ્રામ પર ફેન્સ આ ટીઝરને ખુબ લાઈક કરી રહ્યા છે. ટીઝર વીડિયોની વાત કરીએ તો ફિલ્મમાં ધનુષ સ્ટાઈલીશ બાઈકર લુકમાં દેખાઈ રહ્યો છે. વીડિયો શેર કરતાં ધનુષે દમદાર કેપ્શન પણ આપ્યુ છે. 


ડાયરેક્ટર અરુણ મથેસ્વરનની ફિલ્મ કેપ્ટન મિલર એક પીરિયડ એક્શન ડ્રામા ફિલ્મ છે. ફિલ્મની કહાની 1930-40ની મદ્રાસ પ્રેજિડેન્સી પર આધારિત છે. આ એક ઈન્ટેંસ અને ડાર્ક ફિલ્મ છે જે લોકોને ઘણી પસંદ આવશે. ફિલ્મમાં ઘનુષના કેરેક્ટરની 15 વર્ષની જીંદગીના ઉતાર-ચઢાવ દર્શાવામાં આવશે. સાથે જ ધનુષના ઘણા લુક્સ પણ જોવા મળશે. ફિલ્મમાં દર્શકોને ભરપુર એક્શન જોવા મળશે. 


આ દિવસોમાં હિન્દી સિનેમાના ચાહકો પર સાઉથની ફિલ્મોનો જાદુ ચાલી રહ્યો છે. યશની 'KGF', Jr NTRની 'RRR' અને અલ્લુ અર્જુનની 'પુષ્પા'ને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. બીજી તરફ ધનુષ લાંબા સમય બાદ સ્ક્રીન પર પરત ફરી રહ્યો છે. તેની અગાઉની ફિલ્મો 'કરણન' અને 'અસુરન' દર્શકોને ખૂબ પસંદ આવી હતી.