Dharmendra Health Updates: ઘણા દિવસોથી મુંબઈની બ્રીચ કેન્ડલ હોસ્પિટલમાં દાખલ ધર્મેન્દ્રને આજે સવારે 7:30 વાગ્યે રજા આપવામાં આવી હતી. તેમના પુત્ર બોબી દેઓલ તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાંથી ઘરે લઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધર્મેન્દ્રની સારવાર હવે ઘરે જ કરવામાં આવશે, આ નિર્ણય પરિવારે લીધો છે.
ધર્મેન્દ્રને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરિવાર તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, " ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓ ઘરે જ તેમની રિકવરી ચાલુ રાખશે. અમે મીડિયા અને સામાન્ય લોકોને વિનંતી કરીએ છીએ કે તેઓ વધુ અટકળોથી દૂર રહે અને આ સમય દરમિયાન તેમની અને તેમના પરિવારની પ્રાઈવેસીનો આદર કરે. અમે તેમના ઝડપી રિકવરી, સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે દરેકના પ્રેમ, પ્રાર્થના અને શુભેચ્છાઓ માટે આભારી છીએ. કૃપા કરીને તેમનો આદર કરો કારણ કે તેઓ તમને પ્રેમ કરે છે."
અભિનેતા ધર્મેન્દ્રની સારવાર કરી રહેલા ડૉ. પ્રતીક સમદાનીએ એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે, " લાંબા સમયથી તેઓ મારી પાસે સારવાર કરાવે છે. તેમને હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, પરંતુ તેમની સારવાર ઘરે જ ચાલુ રહેશે."