ધર્મેન્દ્રએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોતાની ખાસ ફિલ્મ ધરમ-વીરનો એક સીન શેર કર્યો છે, આમાં તે કોઇપણ ડુપ્લિકેટ વિના ખતરનાક સ્ટન્ટ કરી રહ્યાં છે.
ધર્મેન્દ્ર વીડિયોમાં ઘોડા પર સવાર થઇને બે સૈનિકો સાથે લડાઇ કરતા દેખાઇ રહ્યાં છે, આ શીને જોઇને લાગી રહ્યું છે કે શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્રને ખુબ મહેનત કરવી પડી હશે. વીડિયોમાં ધર્મેન્દ્રએ બન્ને હાથોમાં ભાલો ઉઠાવ્યો છે. એક્ટરે વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું- 'કોઇ ડુપ્લીકેટ નથી, ભગવાનની દુઆ રહી છે.' ફેન્સ અભિનેતાના આ એક્શન સીનને ખુબ પસંદ કરી રહ્યાં છે. લોકો તેમની હિંમતની પ્રસંશા કરી રહ્યાં છે.
ધર્મેન્દ્રની ફિલ્મ ધરમ-વીર 1977માં રિલીઝ થઇ હતી. ફિલ્મમાં ધર્મેન્દ્ર, જિતેન્દ્ર, જીનત અમાન, નીતૂ સિંહ મુખ્ય રૉલમાં હતા. ફિલ્મનુ નિર્દેશન મનમોહન દેસાઇએ કર્યુ હતુ, ફિલ્મની સાથે તેના ગીતો પણ દર્શકોને ખુબ પસંદ આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ એક્ટર ધર્મેન્દ્રએ પોતાના ફાર્મહાઉસ પરથી લૉકડાઉન દરમિયાન કેટલાક વીડિયો શેર કર્યા હતા.