Dhurandhar Release Date : બોલિવૂડ અભિનેતા રણવીર સિંહે પોતાના જન્મદિવસ પર પોતાના ચાહકોને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. અભિનેતાની આગામી ફિલ્મ 'ધુરંધર'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં રણવીરનો અદ્ભુત અંદાજ જોવા મળી રહ્યો છે, જેના કારણે ફિલ્મ પ્રત્યે દર્શકોનો ઉત્સાહ વધી ગયો છે. આ ખાસ પ્રસંગે નિર્માતાઓએ 'ધુરંધર'ની રિલીઝ તારીખ પણ જાહેર કરી છે.

લાંબા વાળ, વધેલી દાઢી અને મોંઢા સિગારેટ 'ધુરંધર'માંથી રણવીર સિંહનો શક્તિશાળી લુક  સામે આવ્યો છે. આ એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ છે જેમાં ઘણા કલાકારો જોવા મળશે. ફિલ્મના ટીઝરમાં સંજય દત્તથી લઈને અર્જુન રામપાલ સુધીની ઝલક જોવા મળી છે. રણવીર સિંહે ઇન્સ્ટાગ્રામ પર ટીઝર શેર કર્યું છે.

'ધુરંધર'નું ટીઝર કેવું છે ?

'ધુરંધર'નું ટીઝર રણવીર સિંહના ગેંગસ્ટર અવતાર અને આર માધવનના અવાજમાં શક્તિશાળી સંવાદોની ઝલકથી શરૂ થાય છે. રણવીર સિંહ સંપૂર્ણ એક્શનમાં જોવા મળે છે. તે કહે છે- 'હું ઘાયલ છું, તેથી જ  ઘાતક છું.' ફિલ્મમાં રણવીર સિંહ અભિનેત્રી સારા અર્જુન સાથે રોમાન્સ કરતો જોવા મળશે.

'ધુરંધર' ક્યારે રિલીઝ થશે?

આદિત્ય ધરની ગેંગસ્ટર-ડ્રામા ફિલ્મ 'ધુરંધર'નું નિર્માણ લોકેશ ધર અને જ્યોતિ દેશપાંડે દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત, ફિલ્મમાં સંજય દત્ત, અર્જુન રામપાલ, આર માધવન અને અક્ષય ખન્ના પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મના ટીઝરમાં બધા કલાકારો સંપૂર્ણ એક્શન મોડમાં જોઈ શકાય છે. 'ધુરંધર' આ વર્ષે 5 ડિસેમ્બર 2025 ના રોજ સિનેમાઘરોમાં આવવાની છે. 

ટીઝરમાં ફિલ્મના બાકીના કલાકારોની ઝલક જોવા મળી

2 મિનિટ 39 સેકન્ડના ટીઝરની શરૂઆત આર માધવનના વોઇસ ઓવરથી થાય છે. ટીઝર દર્શાવે છે કે ફિલ્મની વાર્તા એક ગુપ્ત મિશનની વાર્તા છે. જેમાં રણવીર સિંહ કદાચ એક ગુપ્ત એજન્ટની ભૂમિકામાં જોવા મળશે. ટીઝરમાં ફિલ્મના બાકીના કલાકારો પણ જોવા મળી રહ્યા છે. આર માધવન, અક્ષય ખન્ના, સંજય દત્ત અને અર્જુન રામપાલના લુક પણ જોવા મળી રહ્યા છે.