મુંબઇઃ કોરોના વાયરસનો ભય હવે સેલેબ્સ અને એક્ટર પર પણ મંડરાવવા લાગ્યા છે. કોરોનાના ખતરો એટલો બધો વ્યાપક છે કે જે પણ તેને સંપર્કમાં આવે છે તેને ઇન્ફેક્શન લાગી જાય છે. WHOએ પણ કોરોનાને મહામારી જાહેર કરી દીધી છે. હવે આ લિસ્ટમાં એક્ટર દિલીપકુમારે પોતાની જાતને દુનિયાથી અલગ કરી લીધી છે, આ વાતની જાણ તેમને ટ્વીટ કરીને આપી હતી.


પીઢ અભિનેતા દિલીપકુમારે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી એક ટ્વીટ કર્યુ, જેમાં તેમને ફેન્સે કોરોનાથી સાવધાની રાખવાની સલાહ આપી હતી.

દિલીપકુમારે તાજેતરમાં ટ્વીટ કરીને લખ્યું કે, તે કોરોના વાયરસથી સાવધાની રાખવા માટે દુનિયાથી અલગ થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, દિલીપકુમાર સમયાંતરે પોતાના ફેન્સને પોતાના હેલ્થનુ અપડેટ આપતા રહે છે.



દિલીપ કુમારે લખ્યું કે, હું કોરોના વાયરસ આુટબ્રેકના કારણે પુરેપુરો આઇસૉલેશનમાં છું. સાયરા આ વાતનુ ખુબ ધ્યાન રાખી રહી છે કે મને કોઇપણ પ્રકારનુ સંક્રમણ ના થાય. તેમને આ ટ્વીટ જોઇને ફેન્સ પણ તેમના સ્વાસ્થ્યની દુઆ માગી રહ્યાં છે.


ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના પૉઝિટિવ લોકોની સંખ્યા 114 સુધી પહોંચી ગઇ છે. આમાં 13 દર્દીઓ એવા છે જે ઠીક થઇ ગયા છે અને હૉસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી છે, જ્યારે ભારતમાં બે લોકોના કોરોનાના કારણે મોત થઇ ચૂક્યા છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સૌથી વધુ કેસો નોંધાયા છે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 32 છે. બાદમાં કેરાલામાં 23 કેસો, ઉત્તર પ્રદેશમાં 13 કેસો, દિલ્હીમાં 7 કેસો, કર્ણાટકામાં 6 કેસો, લદ્દાખમાં અત્યાર સુધી 4 કેસો સામે આવ્યા છે.