મુંબઇઃ અભિનેત્રી દિશા પટ્ટણીનો ડાન્સ કરતો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. દિશા પટ્ટણી બૉયફ્રેન્ડ ટાઇગર શ્રોફ સાથે વીડિયોમાં ધમાકેદાર ડાન્સ સ્ટેપ્સ કરતી દેખાઇ રહી છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં દિશા ટાઇગર સાથે ઋત્વિક રોશનના બેન્ગ બેન્ગ સોન્ગ પર જબરદસ્ત ડાન્સ કરી રહી છે, બન્નેને આ થ્રૉબેક વીડિયો છે.

દિશા પટ્ટણી અને ટાઇગરના આ થ્રૉબેક વીડિયોને એક ફેન પેજ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. ફેન્સ આ વીડિયો પર જબરદસ્ત કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે.



ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી દિશા પટ્ટણી અને ટાઇગર શ્રોફ ફિલ્મના શૂટિંગથી દુર છે. ટાઇગર છેલ્લે બાગી 3માં દેખાયો હતો, અને દિશા પટ્ટણી તાજેતરની રિલીઝ મલંગમાં જોવા મળી હતી. હવે દિશા બહુ જલ્દી એક વિલન 2માં દેખાશે.