મુંબઇઃ સુશાંતના મોત બાદ બૉલીવુડમાં બે ભાગ પડી ગયા છે, જેમાં એક ભાગના લોકો સુશાંત કેસમાં તપાસને યોગ્ય રીતે કરવાની અને બૉલીવુડના મૂવી માફિયાઓને સજા અપાવવાની વાત કરી રહ્યો છે. આ કડીમાં અભિનેત્રી કંગના રનૌત મોખરે છે. કંગના સુશાંત કેસને બૉલીવુડ માફિયાના કાવતરા સાથે સરખાવી રહી છે. કંગના રનૌતે ખુલ્લેઆમ ફિલ્મ નિર્માતા કરણ જૌહર પર મૂવી માફિયા હોવાનો આરોપ લગાવ્યો છે.

અભિનેત્રી કંગના રનૌતે પોતાના ટ્વીટર હેન્ડલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરીને ટ્વીટ કર્યુ- કરણ જૌહર મૂવી માફિયાનો દોષી છે, એટલે સુધી કે કેટલાયની જિંદગી બરબાદ કર્યા પછી પણ આઝાદીથી ફરી રહ્યો છે, તેના પર કોઇ કાર્યવાહી નથી કરવામાં આવતી. શું આપણા બધા માટે કોઇ આશા છે? બધુ પુરુ થયા બાદ તે અને તેની લકડબગ્ઘાની ગેન્ગ મારી તરફ આવશે...

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ કંગના રનૌતે બૉલીવુડ પર નેપૉટિઝ્મનો આરોપ લગાવ્યો, તેને કહ્યું કે, બૉલીવુડમાં માત્ર સ્ટાર કિડ્સને જ આગળ ધપાવાય છે.



નોંધનીય છે કે, કંગના રનૌતે બૉલીવુડમાં ડ્રગ્સ પાર્ટી અને અભિનેતા દ્વારા ડ્રગ્સના સેવન પર સવાલો ઉઠાવ્યા હતા. તેને એક્ટર રણવીર સિંહ, રણબીર કપૂર, નિર્દેશક અયાન મુખર્જી, અને વિક્કી કૌશલ પર કોકીનનુ સેવન કરવાનો આરોપ લગાવ્યો છે.

કંગનાએ ટ્વીટમાં લખ્યું- હું રણવીર સિંહ, રણબીર કપૂર, અયાન મુખર્જી, વિક્કી કૌશલ પાસે ડ્રગ્સ ટેસ્ટ માટે પોતાના લોહીનુ નમૂના આપવાનો અનુરોધ કરુ છુ, એવી અફવા છે કે તે કોકીનનુ સેવન કરે છે, હું ઇચ્છુ છુ કે તે આ અફવાઓને ફગાવે, તે ડ્રગ્સ સેમ્પલ આપીને લાખો લોકોને પ્રેરિત કરી શકે છે.

સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઇ, ઇડી અને એનસીબી ડ્રગ્સ મામલે રિયા અને તેના સાગરિતોની તપાસ અને પુછપરછ કરી રહી છે, કંગના અવારનવાર સુશાંત કેસમાં પોતાના બેબાક નિવેદનો આપી રહી છે.