Disha Patani Oops Moments: દિશા પટણી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના વેડિંગ રિસેપ્શનમાં જોવા મળી હતી. આ પ્રસંગે તેણે સિમરી થાઈ હાઈ સ્લિટ ગાઉન પહેર્યું હતું. તેના વાળ ખુલ્લા હતા. તેણે હાઈ હીલ્સ પણ પહેરી હતી. જોકે, તેના કપડાં જોઈને જ લાગતુ હતું કે, તે કમ્ફર્ટેબલ નથી. અભિનેત્રીએ દિશા જ્યારે ચાલતી હતી ત્યારે તે ડ્રેસને એક હાથથી સંભાળતી જોવા મળી હતી. ફોટોશૂટ દરમિયાન પણ તેના ચહેરા પર બેચેની સ્પષ્ટ પણે જોવા મળી હતી.


ઉફ્ફ મોમેન્ટ્સનો શિકાર બની દિશા પટણી 


ફોટોગ્રાફર માનવ મંગલાનીએ વિડિયો શેર કર્યો અને લખ્યું, 'દિશા પટણી સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીના વેડિંગ રિસેપ્શનમાં.' તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે. તેને 15 કલાકમાં 47 હજારથી વધુ લાઈક્સ મળી છે. જ્યારે વિડિઓ પર 270 થી વધુ કોમેન્ટ્સ કરવામાં આવી છે.






દિશા પટણીના અનકમ્ફર્ટેબલ ડ્રેસે ખેંચ્યું કરોડો લોકોનું ધ્યાન 


ઘણા લોકોનું ધ્યાન દિશા પટણીના અનકમ્ફર્ટેબલ ડ્રેસ પર પણ ગયું છે. ઘણા લોકોએ લખ્યું છે કે, 'તે આવો ડ્રેસ પહેરીને લગ્નના રિસેપ્શનમાં કેમ આવી?' એકે લખ્યું, 'તેણે સ્વિમવેર કેલેન્ડર લૉન્ચ માટે વેડિંગ રિસેપ્શનને ભૂલથી લીધું.' એકે લખ્યું છે કે, 'તે લગ્નના રિસેપ્શન અથવા મેટ ગાલામાં આવી છે.' તો વધુ એકે લખ્યું હતું કે, 'તે ક્યારેય થાઈ બતાવ્યા વગર રહી શકે નહીં. આ બોલિવૂડની ઉર્ફી છે. કોઈ મોટી વાત નથી કે ટાઈગર શ્રોફે તેની સાથે બ્રેકઅપ કરી લીધું. તો વધુ એકે લખ્યું છે કે, 'જો તમે ડ્રેસ પહેરવામાં અનકંફર્ટેબલ રહો છો તો ડ્રેસનો શું અર્થ છે?' 


દિશના આ ડ્રેસ મામલે અન્ય એકે લખ્યું છે, 'તે ખૂબ જ અનકંફર્ટેબલ છે.' ઘણા લોકોએ અભિનેત્રીને ડફર પણ કહી હતી. તો વધુ એક યુઝરે લખ્યું છે કે, 'આ ડફર કેવા પ્રકારની અભિનેત્રી છે.'


દિશા પટની ટૂંક સમયમાં ઘણી ફિલ્મોમાં જોવા મળશે


દિશા પટાનીએ તાજેતરમાં જ જોન અબ્રાહમ સાથે ફિલ્મમાં કામ કર્યું હતું. તે એક વિલન રિટર્ન્સ ફિલ્મમાં જોવા મળી હતી. તે ટૂંક સમયમાં ઘણી ફિલ્મોમાં જોવા મળવાની છે.


દિશા પટણી અને આદિત્ય રોય કપૂરની ફિલ્મ 'મલંગ'એ ચોથા દિવસે કરી આટલા કરોડની કમાણી, જાણો


આદિત્ય રોય કપૂર અને દિશા પટણીની ફિલ્મ મલંગ બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ મલંગ 7 ફેબ્રુઆરીએ શુક્રવારે રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મ 'મલંગ'એ ચોથા દિવસે 4.04 કરોડની કમાણી કરી છે.


ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શએ તાજા આંકડામાં ખુલાસો કર્યો અને કહ્યું કે ફિલ્મ આ સપ્તાહમાં પણ સારી કમાણી કરી શકે છે. ફિલ્મે શુક્રવારે 6.71 કરોડ, શનિવારે 8.89 કરોડ, રવિવારે 9.76 કરોડ અને સોમવારે 4.04 કરોડની કમાણી કરી લીધી છે. અત્યાર સુધીમાં 'મલંગ'એ કુલ 29.40 કરોડની કમાણી કરી છે. મોહિત સૂરી દ્વારા નિર્દેશિત ફિલ્મ મલંગના ગીત અને ટ્રેલર ફિલ્મ રિલીઝ પહેલા જ ચર્ચામાં હતા. આદિત્ય રોય કપૂર અને દિશાની જોડીને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. મલંગ ભારતમાં આશરે 2800 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી હતી. મોહિત સૂરી અને આદિત્ય આ પેહલાપણ આશિકી 2માં સાથે કામ કરી ચૂક્યા છે.