બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી પોતાની સેક્સી તસવીરોથી સોશિયલ મીડિયા પર ચર્ચામા રહે છે. હવે ફરી એકવાર તેણે ઇન્સ્ટાગ્રામ પર આવી જ એક તસવીર શેર કરી છે. દિશા પટણીએ મંગળવારે ફરીથી તેના સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી જેમાં તેણે બ્લેક બિકીની અને બાથરોબ પહેર્યો છે.






ચાહકોને દિશા પટણીની આ તસવીર અદ્ભુત લાગી અને તેઓએ તેના પર કોમેન્ટ્સ કરી હતી. દરમિયાન દિશાની આ તસવીર પર ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે કોમેન્ટ કરી હતી. દિશાએ એક મિરર સેલ્ફી શેર કરી છે જેમાં તેના એક હાથમાં મીઠાઇનો ટૂકડો છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું કે તમે કાર્બોહાઇડ્રેટ્સ ખાવ. કૃષ્ણાએ કોમેન્ટ સેક્શનમાં જઈને લખ્યું, હા મેમ. એક યુઝરે લખ્યું હતું કે યે પક્કા ટાઈગર ભાઈ હૈ, ​​ક્રિષ્ના આઈડીથી.


ટાઇગર અને દિશા થોડા સમય પહેલા સુધી ડેટિંગ કરી રહ્યા હોવાની અફવા હતી. જો કે, બંનેમાંથી કોઈએ તેને સત્તાવાર જાહેર કર્યું ન હતું કે જાહેર પ્લેટફોર્મ પર તેમના સંબંધોની વાત કરી નહોતી. આ વર્ષે ઓગસ્ટમાં એવું પણ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.


Killer Pics: ટીવી એક્ટ્રેસે 42 વર્ષેની ઉંમરે આપ્યા શાનદાર પૉઝ, સુંદરતા આગળ યંગ એક્ટ્રેસ પણ પડી જાય છે ઝાંખી


ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી હંમેશા પોતાના બૉલ્ડ લૂકથી સોશ્યલ મીડિયા પર તહેલકો મચાવતી રહે છે, તાજેતરમાં જ તેના નવા ફોટોશૂટની તસવીરો સામે આવી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. શ્વેતા તિવારીએ આ તસવીરો પોતાના ઇન્સ્ટગ્રામ પર શેર કરી છે, જેમાં તે પર્પલ આઉટફિટમાં કેર વર્તાવી રહી છે. 


તસવીરોમાં જોઇએ તો એક્ટ્રેસ શ્વેતા તિવારી પર્પલ કલરની વન સાઇડ ઓફ શૉલ્ડર ડ્રેસ પહેરીને દેખાઇ રહી છે. તસવીરો શેર કરતાં તેને કેપ્શનમાં યૂનિકૉર્ન ઇમૉજી બનાવી છે. વળી, પોતાના લૂકને એક્ટ્રેસે ચોકર નેકપીસ અને બ્રેસલેટની સાથે પુરો કર્યો છે, સાથે જ ગ્લૉસી મેકઅપ તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે. શ્વેતા તિવારી દરેક તસવીરમાં અલગ અલગ એક્સપ્રેશન આપી રહી છે, ફેન્સને આ ખુબ પસંદ આવી રહ્યું છે. ફેન્સ બોલ્યા -  ‘તુમ્હે કોઇ હક નહીં...’.  અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને અભિનેત્રીની ઈન્સ્ટાગ્રામ પર પણ જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.


'આને વાલા પલ' ટીવી શૉથી શ્વેતા તિવારીએ પોતાના અભિનય કેરિયરની શરૂઆત કરી હતી. વળી, 'કસૌટી જિંદગી કે' શૉથી તેને ઘરે ઘરે ઓળખ મળી. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો અપલોડ કરે છે ત્યારે તે ઝડપથી વાયરલ થઈ જાય છે.