Disha Patani Bikini Photo: બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી હંમેશા પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે. તે અનેકવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. હવે દિશા પટણીએ તેની એક એવી હોટ તસવીર પોસ્ટ કરી છે, જેને જોઈને તેના ફેન્સ ખુશ થઇ ગયા છે. ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે પણ તેના ફોટા પર કોમેન્ટ કરી છે.






બિકીની પહેરીને તેનું ફિગર ફ્લોન્ટ કર્યું


દિશા પટણીએ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીર પોસ્ટ કરી છે, જેમાં તે બ્લેક કલરની બિકીનીમાં જોવા મળી રહી છે અને તે પૂલ પાસે સૂતા સૂતા પોઝ આપી રહી છે. તેણે કેમેરા સામે પોતાનું પરફેક્ટ ફિગર બતાવ્યું છે. આ તસવીર થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ હતી.






ટાઈગર શ્રોફની બહેને કરી કોમેન્ટ


અભિનેત્રીની આ તસવીર પર તેની બેસ્ટ ફ્રેન્ડ મૌની રોયે પણ કોમેન્ટ કરી છે. તેણે લખ્યું હતું કે  'સ્ટનર.' આ સાથે તેણે ઘણી બધી ફાયર ઈમોજી પણ બનાવી છે. ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે કોમેન્ટ કરી હતી- 'મુઝે કહેના પડેગા ગ્રેટ ડાયરેક્શન '. તેના આ ફોટોને અત્યાર સુધીમાં 8 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.






દિશા પટણી એક્શન ફિલ્મ ‘યોદ્ધા’માં જોવા મળશે જેમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે. રાશિ ખન્ના પણ આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન હેઠળ બની રહી છે. ‘યોદ્ધા’ ફિલ્મ 15 સપ્ટેમ્બર, 2023ના રોજ રિલીઝ થશે. આ સિવાય દિશા પટણી પાસે સાઉથનો એક ફિલ્મ પ્રોજેક્ટ છે, જેમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે