Disha Patani Pics: બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી (Disha Patani) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ફેન્સ માટે તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો અપલોડ કરતી રહે છે. ત્યારે ગત રોજ અભિનેત્રીએ એક સેલ્ફી શેર કરી હતી જેમાં સ્પષ્ટપણે તેના સ્ટ્રેચ માર્કસ દેખાતા હતા. જ્યારે ઘણા યુઝર્સે તેને આ માટે ટ્રોલ કરી હતી, ત્યારે દિશાના ચાહકોએ સ્ટ્રેચ માર્ક્સ સાથે 'અનફિલ્ટર' મિરર સેલ્ફી શેર કરવા બદલ તેની પ્રશંસા કરી હતી.


દિશાએ બિકીનીમાં એક સેલ્ફી શેર કરી છે


ગત રોજ દિશાએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પ્રિન્ટેડ બિકીનીમાં પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી. અભિનેત્રીએ તેના બાથરૂમની અંદરની ઝલક પણ આપી હતી. આ સેલ્ફી ક્લિક કરતી વખતે દિશા તેના ફોન તરફ જોતી જોવા મળે છે. દિશાએ ફોટો પોસ્ટ કરવાની સાથે કોઈ કેપ્શન લખ્યું નથી.






'અનફિલ્ટર' સેલ્ફી શેર કરવા બદલ ચાહકો દિશાના વખાણ કરી રહ્યા છે


દિશાએ (Disha Patani) બિકીનીમાં ફોટો પોસ્ટ કરતાની સાથે જ ફેન્સ પણ કોમેન્ટ કરવા લાગ્યા. ફોટો પર પ્રતિક્રિયા આપતા એક ચાહકે લખ્યું, "દિશાને પણ સ્ટ્રેચ માર્ક્સ છે! હવે હું શાંતિથી જીવી શકીશ." જ્યારે એક પ્રશંસકે લખ્યું, "I love that, This is unfiltered!! શુદ્ધ સુંદરતા!!!"


દિશા પટણી વર્કફ્રન્ટ


દિશાના (Disha Patani) વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં સૂર્યા સાથે જોવા મળશે. સિરુથાઈ શિવની ફિલ્મ 3D પિરિયડ ડ્રામા હોવાનું માનવામાં આવે છે અને હાલમાં તેનું નામ સુરિયા 42 છે. આ ફિલ્મ 10 ભાષાઓમાં અને બે ભાગમાં બનાવવામાં આવશે. આ સિવાય દિશા પટણી ટૂંક સમયમાં અમિતાભ બચ્ચન, પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે 'પ્રોજેક્ટ કે'માં જોવા મળશે. દિશા કરણ જોહરની આગામી એક્શન ફિલ્મ 'યોદ્ધા'માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના સાથે જોવા મળશે. આ ફિલ્મ પહેલા 11 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી પરંતુ હવે તે 7 જુલાઈ 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે.