Divya Khosla Kumar Mother Passed Away: બૉલીવુડ અભિનેત્રી અને ફિલ્મ નિર્દેશક દિવ્યા ખોસલા કુમાર (Divya Khosla Kumar) પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. અભિનેત્રીની માતાનું અવસાન થયું છે. આ વાતની જાણકારી તેને ખુદ પોતાની ઈન્સ્ટાગ્રામ પૉસ્ટ દ્વારા આપી છે. દિવ્યા ખોસલાએ તેની માતા સાથેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે તેની સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. કેટલીક તસવીરોમાં દિવ્યા તેની માતાને ગળે લગાવતી જોવા મળે છે, જ્યારે કેટલીક તસવીરોમાં તેની માતા તેને અને તેના દીકરાને વ્હાલ કરતી જોવા મળે છે.


માતાના જવાથી દિવ્યાનું દિલ તૂટી ગયું અને તેને સોશ્યલ મીડિયા દ્વારા આ દુઃખ વ્યક્ત કર્યું. દિવ્યાએ પોતાની પૉસ્ટમાં લખ્યું - 'મમ્મા 💔 મેં થોડા સમય પહેલા મારી માતાને ગુમાવી દીધી હતી. મારા દિલમાં હવે હંમેશા માટે એક ખાલીપણું આવી ગયુ, હું મારી સાથે તમારો આશીર્વાદ, મૉરલ વેલ્યૂ લઇને ચાલીશ... મારી સૌથી સુંદર માં, તમારાથી પેદા થવા પર ગર્વ છે 😘 હું તમને બહુજ પ્રેમ કરું છુ માં ✨ ઓમ શાંતિ.'


દિવ્યાની પૉસ્ટ પર તમામ સેલેબ્સે પ્રતિક્રિયા આપી છે. કૉમેન્ટ કરતાં મોનાલિસાએ લખ્યું - 'ઓમ શાંતિ'. આ સિવાય ઉર્વશી રૌતેલા, પુલકિત સમ્રાટ, માહી વિજ, ગૌતમ ગુલાટી સહિતના તમામ સેલેબ્સે દિવ્યાની પૉસ્ટ પર કૉમેન્ટ કરી અને તેની માતાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.


દિવ્યા ખોસલા કુમારની વાત કરીએ તો આ ઈન્ડસ્ટ્રીની જાણીતી નિર્માતા અને દિગ્દર્શક છે. દિવ્યા ટી-સીરીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમારની પત્ની છે. દિવ્યાએ વર્ષ 2004માં તેલુગુ ફિલ્મ 'લવ ટુડે'થી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. 'આ પછી તે અબ તુમ્હારે હવાલે વતન સાથિયો, બુલબુલ, સત્યમેવ જયતે 2 જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. અભિનેત્રીએ યારિયાં અને સનમ રે ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. આ ઉપરાંત દિવ્યા કેટલાક મ્યૂઝિક આલ્બમમાં પણ જોવા મળી છે.                                                                                                                                                 


Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial