Made In Heaven Season 2: શોભિતા ધુલીપાલા અને અર્જુન માથુર સ્ટારર 'મેડ ઇન હેવન સીઝન 2' કમબેક કરવા માટે તૈયાર છે. ચાહકો વર્ષોથી આ હિટ સિરીઝના ભાગ 2ની રાહ જોઈ રહ્યા હતા. આ એમી નામાંકિત ડ્રામા સીરિઝ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. 6 જુલાઈના રોજ સીરિઝના નિર્માતાઓએ તેની આગામી સિઝનની જાહેરાત કરી.






આ શો બે વેડિંગ પ્લાનર તારા અને કરણની આસપાસ ફરે છે. તારાની ભૂમિકા શોભિતાએ અને કરણની ભૂમિકા અર્જુને ભજવી હતી. લગ્નના આયોજનની સાથે સાથે તેમના અંગત જીવનમાં કેવા ઉતાર-ચઢાવ આવે છે, આ સીરિઝ તેની વાર્તા છે.


નિર્માતાઓએ સીઝન 2ની જાહેરાત કરી


નિર્માતાઓએ સીરિઝનું પોસ્ટર શેર કરીને જાહેરાત કરી હતી કે આ સિરીઝ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. તમે Amazon Prime Video પર આ સિરીઝ જોઈ શકશો. તેને ઝોયા અખ્તર અને રીમા કાગતીએ બનાવી છે અને રિતેશ સિધવાની, ઝોયા અખ્તર, રીમા કાગતી અને ફરહાન અખ્તરે પ્રોડ્યુસ કર્યું છે. શોના નિર્માતા પરહાન અખ્તરે ટ્વીટ કર્યું કે આ સિરીઝ ટૂંક સમયમાં રિલીઝ થશે.






પ્રાઇમ વિડિયોએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સીરિઝનું પોસ્ટર પણ શેર કર્યું અને લખ્યું - શું આપણે થોડો સમય કાઢીને બોલી શકીએ - ઓહ માય ગોડ. મેડ ઇન હેવન સીઝન 2 ટૂંક સમયમાં પ્રાઇમ પર આવશે.






સીરિઝની સ્ટાર કાસ્ટ


આ સિરીઝમાં શોભિતા ધુલીપાલા અને અર્જુન માથુર ઉપરાંત કલ્કી કોચલીન, શશાંક અરોરા, શિવાની રઘુવંશી, જીમ સરભ પણ મહત્વની ભૂમિકામાં હતા.