Kangana Ranaut Latest Funny Post: બૉલીવુડ એક્ટ્રેસ અને બિન્દાસ ગર્લ તરીકે જાણીતી થયેલી કંગના આજકાલ ફેન્સની વચ્ચે ફરી ચર્ચાનો વિષય બની છે. દિવાળી ટાળે જ તેને એક ખાસ પૉસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા છે, તેની આ પૉસ્ટ આડકતરી રીતે કેટલાય લોકોને ટાર્ગેટ કરી રહી છે. તેને એક મેસેજ પૉસ્ટ મારફતે કોઇ સેલેબ્સ પર નહીં પરંતુ આખા બૉલીવુડ પર નિશાન સાધ્યુ છે, કંગનાની આ લેટેસ્ટ પૉસ્ટ સોશ્યલ મીડિયા પર ફેમસ Xavier મીમ્સથી ઇન્સ્પાયર્ડ છે. જાણો કંગનાએ આ પૉસ્ટમાં શું લખ્યું છે - 


Xavier મીમ્સને શેર કરીને કંગનાએ લખી આવી ખાસ પૉસ્ટ - 
કંગનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી એક લેટેસ્ટ પૉસ્ટ શેર કરી છે. આ પૉસ્ટ્સમાંથી એક છે Xavier મીમ્સને શેર કરતાં એક પૉસ્ટ. કંગનાએ ટ્વીટર પર Xavier મીમ્સની એક ફની પૉસ્ટ શેર કરી છે, જેમાં લખ્યુ છે- હું તે તમામને જેને મને આ વર્ષે હેરાન કરી છે, એવુ કહેવા માંગુ છું કે તમે આના જ લાયક હતા. કંગનાએ પોતાનું ટ્વીટ્સ સામેલ કર્યુ અને લખ્યુ- હવે હું પણ આ વર્ષના અંતમાં પોતાના ‘બૉલીવુડ ફ્રેન્ડ્સ’ માટે આવુ જ કન્ફેસ કરવા માંગુ છું. આ પૉસ્ટથી કંગનાએ વિરોધીઓને ફરી અડફેટે લીધા છે. તેણે જાહેર કર્યું છે કે આ વર્ષમાં મેં જેનું પણ દિલ દુભવ્યું હોય તે બધા એ જ લાગના હતા. 


આ દિવસોમાં કંગના રનૌત તેની આગામી ફિલ્મ 'ઇમરજન્સી'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અભિનેત્રી પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવવા જઈ રહી છે. અભિનેત્રીએ આજે ફિલ્મમાં જગજીવન રામના પાત્રનું અનાવરણ કર્યું છે, કંગના રનૌત ફિલ્મ ઈમરજન્સીમાં માત્ર અભિનેત્રી તરીકે જ નહીં પરંતુ નિર્દેશક તરીકે પણ સખત મહેનત કરી રહી છે. કંગના રનૌત આજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યાં તે સાડીના લુક જોવા મળ્યા હતા. કંગના રનૌત આજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યાં તે સાડીના લુક જોવા મળ્યા હતા.




ક્યારે રિલીઝ થશે ફિલ્મ ઇમર્જન્સી - 
આ ફિલ્મ દિવંગત વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના જીવન પર આધારિત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંગના ફિલ્મ ઇમર્જન્સીને નિર્દેશિત કરવાની સાથે સાથે પ્રૉડ્યૂસ પણ કરશે. આ ફિલ્મ 25 જૂન 2023માં રિલીઝ થશે. થોડાક દિવસો પહેલા કંગનાએ એક પૉસ્ટ શેર કરીને આની રિલીઝ ડેટનુ એલાન કર્યુ હતુ.