Drishyam 2 Box Office:  બોલિવૂડ એક્ટર અજય દેવગણની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'દ્રશ્યમ 2' થિયેટર્સમાં રીલિઝ થઇ ગઇ છે. અજયની 'દ્રશ્યમ 2'ને વિવેચકો અને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, 'દ્રશ્યમ 2' એ બે દિવસમાં સાબિત કરી દીધું છે કે આ ફિલ્મ આ વર્ષની સુપરહિટ ફિલ્મોની યાદીમાં સામેલ થઈ જશે.






'દ્રશ્યમ 2' એ શનિવારે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી


એડવાન્સ બુકિંગને કારણે 'દ્રશ્યમ 2' એ શનિવારે એટલે કે તેની રિલીઝના બીજા દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, શરૂઆતના દિવસની સરખામણીએ બીજા દિવસે 'દ્રશ્યમ 2'ની કમાણીમાં 40 ટકાનો વધારો થયો છે. જેના કારણે અભિનેતા અજય દેવગનની 'દ્રશ્યમ 2' એ બોક્સ ઓફિસ પર બીજા દિવસે 20-21 કરોડની રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' પછી 'દ્રશ્યમ 2' આ વર્ષની બીજી એવી હિન્દી ફિલ્મ બની છે, જેણે રિલીઝના બીજા દિવસે બોક્સ ઓફિસ પર 20 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. હવે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ડિરેક્ટર અભિષેક પાઠકની 'દ્રશ્યમ 2' પહેલા વીકએન્ડ પર 45-50 કરોડનો બિઝનેસ કરી શકે છે.


'દ્રશ્યમ 2' એ બે દિવસમાં આટલા કરોડની કમાણી કરી


શરૂઆતના દિવસે શાનદાર પ્રદર્શન કરનાર 'દ્રશ્યમ 2'એ શનિવારે પણ બોક્સ ઓફિસ પર મજબૂતી બતાવી છે. આવી સ્થિતિમાં 'દ્રશ્યમ 2'ની બે દિવસની કુલ કમાણીનો આંકડાઓ શાનદાર છે. વાસ્તવમાં રિલીઝના પહેલા દિવસે 'દ્રશ્યમ 2' એ બોક્સ ઓફિસ પર 15 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. બીજી તરફ અજય દેવગણની આ ફિલ્મે બીજા દિવસે લગભગ 20-21 કરોડની કમાણી કરી લીધી છે. આવી સ્થિતિમાં હવે સસ્પેન્સ થ્રિલર 'દ્રશ્યમ 2'નું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 35-36 કરોડને પાર કરી ગયું છે.