અજય દેવગનની મચ અવેટેડ ફિલ્મ "દ્રશ્યમ 3" અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. અભિનેતા ફરી એકવાર પોતાના પરિવારને બચાવવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. વીડિયો શેર કરતા અજયે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી. તેમણે લખ્યું, "દ્રશ્યમ 3 દ્રશ્યમ ડે પર રિલીઝ થશે. અંતિમ ભાગ હજુ રિલીઝ થવાનો બાકી છે. ફિલ્મ 2 ઓક્ટોબર, 2026 ના રોજ સિનેમાઘરોમાં જોઈ શકો છો. 

Continues below advertisement

Continues below advertisement

શું છે દ્રશ્યમ 3 ના વીડિયોમાં ? (Drishyam 3 Teaser) 

દ્રશ્યમ 3 ના વીડિયોમાં અજય પોતાના પરિવારને બચાવવા વિશે વાત કરે છે. ટીઝરમાં બંને ફિલ્મોના દ્રશ્યો પણ દર્શાવવામાં આવ્યા છે. ટીઝરમાં તેઓ  કહે છે, "દુનિયા મને ઘણા નામોથી બોલાવે છે, પરંતુ મને તેનાથી કોઈ ફરક પડતો નથી. કારણ કે છેલ્લા સાત વર્ષમાં જે કંઈ બન્યું છે અને થયું છે, જે કંઈ મેં જોયું છે અને બતાવવામાં આવ્યું છે, તેણે મને એક વાત સમજમાં આવી છે. આ દુનિયામાં દરેકનું સત્ય અલગ છે. દરેકનો અધિકાર અલગ છે. મારું સત્ય, મારો અધિકાર, ફક્ત મારો પરિવાર છે." જ્યાં સુધી બધા હારી ન જાય. જ્યાં સુધી હું અહીં ચોકીદાર બની ઉભો રહીશ. એક દિવાલ બનીને. કારણ કે કહાની હજુ પૂરી થઈ નથી. અંતિમ ભાગ હજુ આવવાનો બાકી છે.

દ્રશ્યમ 3 સ્ટાર કાસ્ટ

ફિલ્મમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકા ભજવે છે. શ્રિયા સરન તેની પત્નીની ભૂમિકા ભજવે છે. ઇશિતા દત્તા તેમની પુત્રી તરીકે જોવા મળશે. તબ્બુ એક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મમાં અભિષેક પાઠક, કુમાર મંગત અને આલોક જૈન પણ છે. ફિલ્મને લઈને ઘણી ચર્ચા છે. ચાહકોને દ્રશ્યમના પાછલા બંને ભાગ  ખૂબ ગમ્યા. દ્રશ્યમ 2015 માં રિલીઝ થઈ હતી અને તેનો બીજો ભાગ 2022 માં રિલીઝ થયો હતો. અજય દેવગનની દ્રશ્યમ મોહનલાલની દ્રશ્યમની રિમેક છે.

ફિલ્મ દ્રશ્યમના પહેલા બંન્ને ભાગ દર્શકોને ઘણા પસંદ આવ્યા હતા. ફિલ્મમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં છે.  શ્રિયા સરન તેની પત્નીની ભૂમિકા ભજવે છે.