મુંબઇઃ સ્ટેન્ડ અપ કોમેડિયન ભારતી અને એના પતિ હર્ષ લિંબચિયાને જામીન મળે એ માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના બે અધિકારીએ સેટિંગ કર્યું હતું. ભારતી-હર્ષને જામીન મેળવવામાં બંને અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભારતીની જામીન અરજીની સુનાવણી નીકળી ત્યારે આ બંને અધિકારી ભારતી સાથે થયેલી સમજૂતી મુજબ ગેરહાજર રહ્યા હતા એટલે કોર્ટે ભારતી અને એના પતિને જામીન આપી દીધા હતા. આ બેં અધિકારીએ દીપિકા પદુકોણન મેનેજર કરિશ્મા પ્રકાશને જામીન મળી જાય એટલા માટે પણ આ જ ખેલ કર્યો હતો.


મુંબઇની એક કોર્ટે 23 નવેંબરે ભારતી અને એના પતિ હર્ષને જામીન આપ્યા હતા. બંનેને પંદર -પંદર હજાર રૂપિયાના જાતમુચરકા પર મુક્ત કરાયાં હતાં. ભારતીએ જામીન મેળવવા માટે ચાલાકીથી બ્યૂરોના જ બે અધિકારીને સાધ્યા હતા. તેણે કઇ રીતે રજૂઆત કરવાથી કોર્ટ જામીન આપશે એ જાણી લીધું હતું. એ રીતે તેમની સાથે ગોઠવણ કરીન બંનેનેન ગેરહાજર રખાયા હતા. બંનેને જામીન મળતાં બ્યૂરોને ખબર પડી ગઇ હતી કે તેમના જ બે અધિકારી ફૂટી ગયા છે. બ્યૂરોએ આ બંને અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે.

ભારતીની જામીન અરજીની સુનાવણી નીકળી ત્યારે આ બંને અધિકારી ભારતી સાથે થયેલી સમજૂતી મુજબ ગેરહાજર રહ્યા હતા એટલે કોર્ટે ભારતી અને એના પતિને જામીન આપી દીધા હતા. અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના અકાળ અવસાનની તપાસ દરમિયાન બોલિવૂડ અને ટેલિવૂડમાં ડ્રગના સેવનનો મુદ્દો નીકળ્યો હતો. નાર્કોટિક્સ બ્યૂરોએ એ દિશામાં પણ તપાસ કરી હતી. દરમિયાન કોમેડિયન ભારતીને ત્યાં ડ્રગ હોવાની જાણકારી મળતાં નાર્કોટિક્સ બ્યૂરોએ ભારતીને ત્યાં પણ દરોડો પાડ્યો હતો અને ભારતી તથા એના પતિની ધરપકડ કરી હતી.