મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં આવેલા ડ્રગ્સ મામલામાં નાર્કેૉટિક્સ કંન્ટ્રૉલ બ્યૂરો હવે ધર્મા પ્રૉડક્શનના પૂર્વ કાર્યકારી પ્રૉડ્યૂસર ક્ષિતિજ પ્રસાદ સાથે પુછપરછ કરી રહી છે. પુછપરછ દરમિયાન એનસીબીને ખબર પડી છે કે ક્ષિતિજ પ્રસાદે ત્રણ મહિનામાં સૌથી વધુ વખત ડઝનેક વાર ગાંજો ખરીદ્યો હતો, અને 3500 રૂપિયા પ્રતિ 50 ગ્રામના હિસાબે તેની કિંમત ચૂકવવામાં આવી છે. ક્ષિતિજની એનસીબીએ શનિવારે ધરપકડ કરી હતી.
એનસીબી સુત્રો અનુસાર, શુક્રવારે તપાસ દરમિયાન ક્ષિતિજ પ્રસાદના ઘરેથી ગાંજો અને કેટલાક દસ્તાવેજ અને ગેજેટ્સ મળ્યા છે. સુત્રોએ જણાવ્યુ કે પુછપરછ દરમિયાન કથિત ડ્રગ્સ પેડલર અંકુશ અર્નેજાએ સંકેત હનુમાન ચંદ પટેલ નામના ડ્રગ્સ સપ્લાયરનુ નામ બતાવ્યુ, જે ક્ષિતિજને ડ્રગ્સ આપતો હતો.
અંકુશની એનસીબીએ 12 સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી, અંકુશના ખુલાસાના આધારે પટેલની ધરપકડ કરવામાં આવી, અને તેને કબુલ કર્યુ કે તે ગાંજો અને વીડ અંકુશના કહેવા પર એક અન્ય આરોપી કરમજીત સિંહને સપ્લાય કરતો હતો.
સુત્રોએ આગળ ખુલાસો કર્યો છે કે, એક ખરીદદાર તરીકે ક્ષિતિજ પરોક્ષ રીતે એક અન્ય કેસમાં સહઅભિયુક્ત સાથે લેવડદેવડનો ભાગીદાર હતો, જેમાં એજન્સીએ છેલ્લા કેટલાક દિવસોથી વાણિજ્યિક માત્રામાં જુદાજુદા પ્રકારના નશીલા પદાર્થોને જપ્ત કર્યો હતો. આ બધાની વચ્ચે એનસીબીએ મુંબઇની એક કોર્ટને પોતાની રિમાન્ડ કૉપીમાં કહ્યુ કે ક્ષિતિજ એક આરોપી અનુજ કેશવાનીની સાથે અપ્રત્યક્ષ રીતે જોડાયેલો છે. જેની પાસેથી નશીલા પદાર્થો કન્ટ્રૉબેડની વાણિજ્યિક માત્રામાં જપ્ત કરવામાં આવ્યુ હતુ. કોર્ટે રવિવારે ક્ષિતિતને 3 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં મોકલી દીધો છે, કેશવાની પહેલાથી જ કસ્ટડીમાં છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
Drugs Case: કયા પ્રૉડ્યૂસરે ત્રણ મહિનામાં સૌથી વધુ ગાંજો મંગાવ્યો હોવાનુ એનસીબી સામે કબુલ્યુ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Sep 2020 11:10 AM (IST)
એનસીબી સુત્રો અનુસાર, શુક્રવારે તપાસ દરમિયાન ક્ષિતિજ પ્રસાદના ઘરેથી ગાંજો અને કેટલાક દસ્તાવેજ અને ગેજેટ્સ મળ્યા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -