મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત મોત મામલાની તપાસમાં બહાર આવેલા ડ્રગ્સ એન્ગલમાં ધરપકડ કરાયેલી એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને બૉમ્બે હાઇકોર્ટે જામીન આપી દીધા છે. આ મામલા રિયા ચક્રવર્તીની અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે ત્રણમાંથી માત્ર એક એટલે કે રિયાને જ જામીન આપ્યા છે. બાકીનાને આ મામલે હાલ કોઇ જામીન આપવામાં આવ્યા નથી. ડ્રગ્સ કેસમાં રિયાનો ભાઇ શૌવિક ચક્રવર્તી, અબ્દુલ બાસિત પરિહાર, દીપેશ સાવંત અને સેમ્યૂઅલ મિરાંડાની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટની કાર્યવાહી સવારે 11 વાગે શરૂ થઇ અને કોર્ટે તરત જ ફેંસલો સંભળાવી દીધો હતો.
જસ્ટીસ સારંગ વી. કોતવાલે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ફેંસલો સંભળાવ્યો, આ પહેલા 29 સપ્ટેમ્બરે આ કેસની સુનાવણી બાદ કોર્ટે પોતાનો ફેંસલો સુરક્ષિત રાખી લીધો હતો. વળી, મંગળવારે એનડીપીએસ કોર્ટે રિયા, શૌવિક, સેમ્યુઅલ, દીપેશ, બાસિત પરિહાર અને જૈદની 14 દિવસની ન્યાયિક કસ્ટડી 20 ઓક્ટોબર સુધી લંબાવી દીધી હતી.
આ પહેલા એનસીબીએ 8 સપ્ટેમ્બરે રિયા ચક્રવર્તીની પુછપરછ બાદ ધરપકડ કરી લીધી હતી. રાત થઇ જવાથી રિયાને 8 સપ્ટેમબરની રાત્રે એનસીબીના લૉકઅપમાં જ રહેવુ પડ્યુ હતુ. બાદમાં આગળના દિવસે 9 સપ્ટેમ્બરે મુંબઇની ભાયખલા જેલમાં મોકલી દેવામાં આવી હતી. લગભગ એક મહિનાથી રિયા ચક્રવર્તી મુંબઇની ભાયખલા જેલમાં બંધ છે.
કોર્ટે બે વાર રિયાની ન્યાયિક કસ્ટડી લંબાવી દીધી હતી, બાદમાં રિયાને જામીન આપી દેવામાં આવ્યા છે. નીચલી કોર્ટમાં જામીન અરજી ફગાવી દેવાતા રિયા, શૌવિક અને મિરાંડા સહિત 5 લોકોએ બૉમ્બે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
રિયા અને શૌવિક પર છે ડ્રગ્સ ઇન્ડિકેટ ચલાવવાનો આરોપ
રિયા અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તી પર ડ્રગ્સ સિન્ડિકેટ ચલાવાનો આરોપ લાગેલો છે. સુશાંત સિંહ રાજપૂતના મોતને સીબીઆઇ તપાસ દરમિયાન ડ્રગ્સ એન્ગલ પણ સામે આવ્યો હતો, તે પછી એનસીબીની ટીમે પણ પોતાની પેનલ ઉતારીને તપાસ શરૂ કરી દીધી હતી. એનસીબીની તપાસમાં રિયા અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તી ઉપરાંત સેમ્યૂઅલ મિરાંડા, દિપેશ સાવંત સહિતના 6 લોકો ડ્રગ્સને લેવડદેવડમાં આરોપી ઠર્યા હતા. એનસીબીએ આ સાથે તમામ 20 લોકોની ધરપકડ કરી હતી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીને બૉમ્બે હાઇકોર્ટે આપ્યા જામીન, ભાઇ શૌવિક હજુ પણ રહેશે જેલમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Oct 2020 11:45 AM (IST)
ડ્રગ્સ કેસમાં રિયાનો ભાઇ શૌવિક ચક્રવર્તી, અબ્દુલ બાસિત પરિહાર, દીપેશ સાવંત અને સેમ્યૂઅલ મિરાંડાની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટની કાર્યવાહી સવારે 11 વાગે શરૂ થઇ અને કોર્ટે તરત જ ફેંસલો સંભળાવી દીધો હતો
ફાઇલ તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -