નવી દિલ્હીઃ નાના પડદાની અભિનેત્રી શ્વેતા તિવારી કોરોના પૉઝિટીવ થઇ ગઇ છે. તેને મીડિયા સાથે વાત કરતા આ વાતન પુષ્ટિ કરી છે, સાથે તેને કહ્યું કે, મારો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે, અને મે મારા ઘરમાં ખુદને ક્વૉરન્ટાઇન કરી લીધી છે. તેને કહ્યું કે હાલનો સમય ખુબ કઠીન છે પરંતુ સાવધાની રાખીને સારવાર લેવામાં જ સમજદારી છે.
ટીવી શૉ મેરે ડેડ કી દુલ્હનમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહેલી શ્વેતા તિવારીએ જણાવ્યુ કે, તેને પોતાનામાં કોરોનાના લક્ષણો દેખાયા હતા, તેની સપ્ટેમબરથી તબિયત ખરાબ થઇ હતી, ત્યારબાદ તેને શૂટિંગ છોડીને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. તેને કહ્યું કે હુ કોઇપણ જાતની બેદરકારી રાખવા નથી માંગતી. હુ ઘણાલોકોના સંપર્કમાં આવી છુ, મારી આસાપસ ઘણાબધા લોકો હતા.
તેને જણાવ્યુ કે, તેના કૉ-સ્ટાર વરુણ બદોલાને થોડાક અઠવાડિયા પહેલા જ ખુદને ક્વૉરન્ટાઇન કર્યુ હતુ. જ્યારે તેની પત્ની કોરોનાથી સંક્રમિત થઇ હતી. રિપોર્ટ્સ પ્રમાણે, વરુણનો રિપોર્ટ નેગેટિવ આવતા જ તે ફરીથી શૂટિંગ પર પરત ફર્ય હતો.
ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ શ્વેતા તિવારીના બીજા લગ્ન અભિનવ કોહલી સાથે થયા હતા, જેની સાથે ત્રણ વર્ષનો છોકરો રિયાન્સ છે, વળી પહેલા પતિ રાજા ચૌધરીથી તેને એક દીકરી છે જે તેની સાથે રહે છે. શ્વેતા બિગ બૉસ સિઝન-4ની વિજેતા રહી ચૂકી છે, અને એકતા કપૂરના શૉ કસૌટી જિંદગીમાં પ્રેરણાનો રૉલ નિભાવીને બહુ જાણીતી થઇ હતી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
ટીવીની આ જાણીતી એક્ટ્રેસને લાગ્યો કોરોનાનો ચેપ, શૂટિંગ બંધ કરીને જાતે જ થઇ ગઇ ક્વૉરન્ટાઇન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2020 05:15 PM (IST)
ટીવી શૉ મેરે ડેડ કી દુલ્હનમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહેલી શ્વેતા તિવારીએ જણાવ્યુ કે, તેને પોતાનામાં કોરોનાના લક્ષણો દેખાયા હતા, તેની સપ્ટેમબરથી તબિયત ખરાબ થઇ હતી, ત્યારબાદ તેને શૂટિંગ છોડીને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -