Dunki Box Office Collection Day 17 Worldwide: શાહરૂખ ખાનની ફિલ્મ 'ડંકી' બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. સલાર જેવી મોટી ફિલ્મ સાથે ટક્કર હોવા છતાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા ઈતિહાસ રચ્યા છે. આ શ્રેણીમાં ફિલ્મના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. વાસ્તવમાં, શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'ડંકી'એ 'ચેન્નઈ એક્સપ્રેસ'નો વર્લ્ડવાઈડ રેકોર્ડ તોડ્યો છે.


 






'ડંકી' લાંબી રાહ જોયા બાદ 21 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને રિલીઝ થયાને 18 દિવસ થઈ ગયા છે અને હાલમાં 17 દિવસનું વર્લ્ડવાઈડ કલેક્શન બહાર આવ્યું છે. ફિલ્મના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે કે કિંગ ખાનની ફિલ્મે વિશ્વભરમાં 436.40 કરોડ રૂપિયાની કમાણી કરી છે.


'ચેન્નઈ એક્સપ્રેસ'ને પાછળ છોડી
શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'ચેન્નઈ એક્સપ્રેસ' વર્ષ 2013માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 423 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું હતું અને આ સાથે તે શાહરૂખ ખાનની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં ત્રીજા સ્થાને હતી. હવે 'ડંકી'એ 436.40 કરોડ રૂપિયાના શાનદાર બિઝનેસ સાથે 'ચેન્નઈ એક્સપ્રેસ'ને માત આપી છે અને શાહરૂખ ખાનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં ત્રીજા સ્થાન પર આવી ગઈ છે. આ પહેલા 'પઠાણ' (1050.8) બીજા સ્થાને અને 'જવાન' (1152) પ્રથમ સ્થાને છે.


 






'ડંકી'ની સ્ટારકાસ્ટ
રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ડંકી'માં શાહરૂખ ખાન લીડ રોલમાં જોવા મળ્યો છે. કિંગ ખાન સાથે તાપસી પન્નુની કેમેસ્ટ્રીએ દર્શકોના દિલ જીતી લીધા છે. આ સિવાય વિકી કૌશલ અને બોમન ઈરાની પણ ફિલ્મનો એક ભાગ છે. દર્શકોને આ ફિલ્મની વાર્તા ખુબ પસંદ આવી રહી છે. સલારના તુફાન વચ્ચે પણ શાહરુખ ખાનની ડંકી સારુ કલેક્શન કરવામાં સફળ રહી છે.