Pushpa 2 Box Office Collection Day 27: અલ્લૂ અર્જૂનની ફિલ્મ પુષ્પા 2 વર્ષ 2024ની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે અને ભારતીય સિનેમાના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધુ બૉક્સ ઓફિસ કલેક્શન છે. ફિલ્મ રિલીઝ થયાને આજે 27 દિવસ થઈ ગયા છે અને આજે વર્ષ 2024નો છેલ્લો દિવસ છે.

તો ચાલો જાણીએ કે સુકુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ પુષ્પા 2 એ વર્ષ 2024 ના અંત સુધી કેટલી કમાણી કરી છે.

દિવસ કમાણી (કરોડ રૂપિયામાં)
પહેલો દિવસ  164.25
બીજો દિવસ 93.8
ત્રીજો દિવસ 119.25 (શનિવાર)
ચોથો દિવસ 141.05
પાંચમો દિવસ 64.45
છઠ્ઠો દિવસ 51.55
સાતમો દિવસ 43.35
આઠમો દિવસ 37.45
નવમો દિવસ 36.4
દસમો દિવસ 63.3 (શનિવાર)
અગિયારમો દિવસ 76.6
બારમો દિવસ 26.95
તેરમો દિવસ 23.35
ચૌદમો દિવસ 20.55
પંદરમો દિવસ 17.65
સોળમો દિવસ 14.3
સત્તરમો દિવસ 24.75 (શનિવાર)
અઠારમો દિવસ 32.95
ઓગણીસમો દિવસ 13
વીસમો દિવસ 14.5
એકવીસમો દિવસ 19.75
બાવીસમો દિવસ 9.6
ત્રેવીસમો દિવસ 8.75
ચોવીસમો દિવસ 12.5 (શનિવાર)
પચ્ચીસમો દિવસ 16
છવ્વીસમો દિવસ  6.8
સત્યાવીસમો દિવસ 2.53
કુલ 1166.33

પુષ્પા 2નું બૉક્સ ઓફિસ કલેક્શન 
પુષ્પા 2 ફિલ્મ 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. આના એક દિવસ પહેલા એટલે કે 4 ડિસેમ્બરે ફિલ્મનો પેઇડ પ્રિવ્યૂ પણ યોજાયો હતો, જે દિવસે ફિલ્મે 10.65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે પછી, તમે નીચેના કોષ્ટકમાં જોઈ શકો છો કે 3:55 વાગ્યા સુધી ફિલ્મે દરરોજ કેટલી કમાણી કરી છે.

Secnilk પર ઉપલબ્ધ આ ડેટા હજુ પ્રાથમિક છે. અંતિમ ડેટા આવ્યા બાદ તેમાં ફેરફાર થઈ શકે છે.

પુષ્પા 2ની કમાણીમાં ઘટાડો છતાં બેબી જૉન પર ભારે પડી - 
પુષ્પા 2ની કમાણીમાં જોરદાર ઘટાડો થયો છે. રવિવારની રજામાં 16 કરોડની કમાણી કર્યા બાદ સોમવારે ફિલ્મે માત્ર 6.8 કરોડ રૂપિયાની કમાણી કરી. આ હોવા છતાં, ફિલ્મની કમાણી ખરાબ કહી શકાય નહીં કારણ કે ફિલ્મનું કલેક્શન હાલમાં સિનેમા હોલમાં ઉપલબ્ધ કોઈપણ નવી ફિલ્મ કરતાં સૌથી વધુ છે, પછી તે મુફાસા હોય કે બેબી જોન.

પુષ્પા 2 બનશે 1200 કરોડી ? 
1100 કરોડનો આંકડો પાર કર્યા બાદ પુષ્પા 2 હવે 1200 કરોડના આંકડાને સ્પર્શવા તરફ આગળ વધી રહી છે. આશા છે કે ફિલ્મ બહુ જલ્દી આ આંકડો પાર કરી જશે. આ માટે ફિલ્મને વધુ 30 કરોડ રૂપિયાના બૉક્સ ઓફિસ કલેક્શનની જરૂર છે.

પુષ્પા 2 વિશે... 
પુષ્પા 2 ધ રૂલ 2021ની સુપરહિટ ફિલ્મ પુષ્પા ધ રાઇઝની સ્ટૉરી આગળ વધારે છે. ફિલ્મમાં અલ્લૂ અર્જૂન અને રશ્મિકા મંદાના સિવાય ફહદ ફાસીલે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો

'ના સિંઘમ અગેન', ના 'બેબી જૉન', આ છે વર્ષ 2024 ની મહાફ્લૉપ બૉલીવુડ ફિલ્મો, મેકર્સના કરોડો ડુબ્યા