બોલિવૂડની કેટલીક એવી અભિનેત્રીઓ છે જે ઓછી ફિલ્મો કરવા છતાં લોકપ્રિય છે. આ એક્ટ્રેસિસમાં ઇશા ગુપ્તાનું નામ પણ સામેલ છે. ઓછી ફિલ્મો કરવા છતાં ઇશા ગુપ્તા હંમેશા ચર્ચામાં રહે છે. તેનું નામ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રીઓમાં સામેલ છે. ઇશા ગુપ્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક બોલ્ડ તસવીર પોસ્ટ કરી છે જેના કારણે ખળભળાટ મચી ગયો છે.
ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર એટલી જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ બોલ્ડ તસવીર શેર કરી છે. તસવીરમાં તે શર્ટનું બટન ખોલી પોઝ આપી રહી છે. તસવીરમાં ઇશા ગુપ્તા પિંક કલરના ઓવરસાઈઝ શર્ટ સાથે બ્લેક શોર્ટ્સમાં જોવા મળી રહી છે.
તે તેના શર્ટના બટનો ખુલ્લા રાખીને પોઝ આપતી જોઈ શકાય છે. ઇશા ગુપ્તાએ તસવીર શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું, શૂટ ડે. ઇશા ગુપ્તાની તસવીર પર લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. આ પ્રથમવાર નથી જ્યારે ઇશા ગુપ્તાએ બોલ્ડ તસવીર પોસ્ટ કરી હોય અગાઉ પણ તે બોલ્ડ તસવીરો પોસ્ટ કરી ચર્ચામાં આવી ચૂકી છે. ઈશા ટૂંક સમયમાં જ ફિલ્મ 'દેશી મેજિક'માં જોવા મળશે.