Aashram 3: એશા ગુપ્તા આ દિવસોમાં તેની વેબ સિરીઝ 'આશ્રમ 3'ને લઈ ચર્ચામાં છે. બોબી દેઓલ સ્ટારર 'આશ્રમ 3' માં, ઈશાએ આવીને વેબ સિરીઝમાં એક નવો ટ્વિસ્ટ ઉમેર્યો છે, જે ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે. ભલે તે આ સિરીઝમાં બાબા બનેલા બોબી દેઓલ સાથે રોમાન્સ કરતી જોવા મળે છે, પરંતુ રિયલ લાઈફમાં તેને બાબા પર વિશ્વાસ નથી. તાજેતરમાં જ અભિનેત્રીએ આ અંગે ખુલાસો કર્યો છે.
બાબા પર એશા ગુપ્તાનો મોટો ખુલાસો:
'આશ્રમ 3'ની સોનિયા એટલે કે એશા ગુપ્તાએ 'ઈ-ટાઇમ્સ'ને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે, તેને બાબા પર વિશ્વાસ નથી. અભિનેત્રીએ કહ્યું, હું આસ્થા અને ધર્મમાં માનું છું. હું ભગવાનમાં માનું છું, પણ બાબામાં નથી માનતી. હું મારા જીવનમાં એકવાર એક બાબાને મળી હતી. આ બાબાએ મને કહ્યું કે તમે રકમ આપો અને પછી હું તમારી પૂજા કરીશ અને તમારે ધાર્મિક વિધિઓ માટે પૂજામાં જવાની જરૂર નથી. મતલબ એવી કઈ પૂજા છે, જ્યાં હું હાજર ન રહી શકું. જો કે, કેટલાક એવા લોકો (બાબા) પણ હોય છે જે તમારી મદદ કરે છે અન તમારી પાસેથી એક રૂપિયો પણ લેતા નથી. આવા બાબા તમારા માટે પ્રાર્થના પણ કરે છે."
તમને જણાવી દઈએ કે 'આશ્રમ 3' પ્રકાશ ઝા દ્વારા નિર્મિત એક વેબ સિરીઝ છે, જેની ત્રીજી સીઝનને તેની પહેલી અને બીજી સીઝન જેવો જ પ્રેમ મળી રહ્યો છે. આ શોમાં બોબી દેઓલ લીડ રોલમાં છે. તે બાબા નિરાલાનું પાત્ર ભજવી રહ્યો છે, જે લોકોને છેતરે છે. હાલ આશ્રમ 3 ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે.
આ પણ વાંચોઃ
સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં અત્યાર સુધી 8 લોકોની ધરપકડ, SITએ 4 શૂટર્સની ઓળખ કરી