Sidhu Moose Wala Case: પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસમાં પંજાબ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. આ મામલામાં તપાસ કરી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ 8 લોકોની ધરપકડ કરી લીધી છે. આ તમામ લોકો પર આરોપ છે કે તેમણે શૂટર્સને રૈકી અને લોજીસ્ટિક સપોર્ટ પુરો પાડ્યો હતો. તો સાથે જ ધરપકડ થયેલા લોકોમાંથી એક આરોપી કેકડાએ શૂટર્સને મૂસેવાલાની બધી જાણકારી આપી હતી.

Continues below advertisement


કેકડા ઉર્ફે સંદીપ એજ વ્યક્તિ છે જેણે સિદ્ધુના ઘરની બહાર ચા પીધા બાદ તેની સાથે સેલ્ફી પડાવી હતી. કેકેડા ઉપર આરોપ છે કે તેણે શૂટર્સને સિંગર મૂસેવાલા જ્યારે ઘરેથી નિકળ્યો તેની જાણકારી શૂટર્સને આપી હતી.


ધરપકડ થયેલા આરોપીઓની ઓળખ હરિયાણાના સિરસાના સંદીપ સિંહ ઉર્ફે કેકડા, બઠિંડાના મનપ્રિત સિંહ ઉર્ફે મુન્ના, ફરીદકોટના મનપ્રીત ભાઉ, અમૃતસરના સરજ મિંટૂ, હરિયાણાના પ્રભદીપ સિદ્ધુ ઉર્ફે પબ્બી, હરિયાણાના સોનીપતમાં રેવલી ગાંવના મોનૂ ડાગર, પવન બિશ્નોઈ અને નસીબ તરીકે થઈ છે. પવન બિશ્નોઈ અને નસીબ બંને આરોપી હરિયાણાના ફતેહાબાદના રહીશ છે. આ સાથે પોલીસે મૂસેવાલાની હત્યામાં સંડોવાયેલ ચારેય શૂટર્સની પણ ઓળખ કરી લીધી છે. 


આ રીતે ઘડાયો હતો પ્લાનઃ
ધરપકડ થયેલા લોકોની ભૂમિકા વિશે વાત કરતાં ADGP એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ પ્રમોદ બાને મંગળવારે કહ્યું કે, સંદીપ ઉર્ફે કેકાડાએ ગોલ્ડી બરાર અને સચિન થાપનના આદેશ મુજબ પોતાને મૂસેવાલાનો ફેન બનાવીને તેની ગતિવિધિઓ પર નજર રાખી હતી. કેકડાએ મૂસેવાલાની હત્યા થઈ તેના થોડા સમય પહેલાં જ મૂસેવાલા સાથે સેલ્ફી લીધી હતી. ADGPએ કહ્યું કે ધરપકડ થયેલા આરોપીઓમાંથી એક કેકડાએ બધા શૂટર્સ સાથે મૂસેવાલાની માહિતી શેર કરી હતી.


આ પણ વાંચોઃ


Kanpur Violence Update: 24 કલાકમાં 12 ધરપકડ, પથ્થરબાજોમાં ભય અને 500થી વધુ કેસ... જાણો કાનપુર હિંસામાં અત્યાર સુધીમાં શું થયું