Asha Bhosle Passed Away:  હિન્દી સિનેમા જગતમાંથી એક ખૂબ જ દુખદ સમાચાર સામે આવ્યા છે. સૂરોની મલ્લિકા અને દિગ્ગજ ગાયિકા આશા ભોસલે હવે આપણી વચ્ચે રહ્યા નથી. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આશા ભોસલેએ અંતિમ શ્વાસ લીધા હતા. ગાયિકાના નિધનના સમાચાર સામે આવતા જ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સેલેબ્સ અને ચાહકોની આંખો નમ છે.

 

મલ્ટી-ઓર્ગન ફેલ્યોરના કારણે આશાજીનું નિધન થયું

આશા ભોસલેના નિધન પર ડો. પ્રતીત સમદાનીએ જણાવ્યું, આ ખૂબ જ દુઃખદ છે કે આશા ભોસલેજીનું આજે નિધન થયું. તેમને ઘણી તબીબી સમસ્યાઓ હતી અને મલ્ટી-ઓર્ગન ફેલ્યોરને કારણે તેમનું નિધન થયું. તેમણે વધુમાં કહ્યું કે,  અત્યંત થાક અને છાતીમાં ઈન્ફેક્શનને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર (શરીરના વિવિધ પ્રકારના અંગો કામ કરતા બંધ થઈ જવા) થવાને કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 

આજે સવારે PM મોદીએ આશા ભોસલેના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી

 

નોંધનિય છે કે, આજે સવારે જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિગ્ગજ ગાયિકા આશા ભોસલેના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને લખ્યું હતું - "આશા ભોસલે જીના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર સાંભળીને ખૂબ જ ચિંતા થઈ. તેમના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરું છું."

20 ભાષાઓમાં ગાયા છે 12,000 થી વધુ ગીતો

આશા ભોસલેનું નામ બોલિવૂડની સૌથી મહાન અને દિગ્ગજ ગાયિકાઓમાં ગણાય છે. 8 સપ્ટેમ્બર 1933 ના રોજ જન્મેલા આશાજીએ પોતાની શાનદાર કારકિર્દીમાં 20 થી વધુ ભાષાઓમાં 12,000 થી વધુ ગીતો ગાયા છે. સંગીતના ઈતિહાસમાં સૌથી વધુ ગીતો રેકોર્ડ કરવાનો 'ગિનીસ વર્લ્ડ રેકોર્ડ' પણ તેમના જ નામે છે. ભારતનાં બુલબુલ અને ફિલ્મ જગતની સુપરસ્ટાર ગણાતા સ્વરકોકિલા લતા મંગેશકર તેમના મોટા બહેન છે. આશાજીએ પોતાના સુમધુર અવાજ અને અનોખી અદાથી દાયકાઓ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર એકચક્રી રાજ કર્યું છે અને આજે 70 થી વધુ વર્ષોથી તેઓ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે.

1948 માં કરી હતી શરૂઆત, આર.ડી. બર્મન સાથે રચ્યો ઈતિહાસઆશાજીની મ્યુઝિકલ જર્નીની શરૂઆત વર્ષ 1948 માં આવેલી ફિલ્મ "ચુનરિયા" ના ગીત "સાવન આયા હૈ" થી થઈ હતી. ધીમે ધીમે તેમણે પોતાની ગાયકીથી 2200 થી વધુ ફિલ્મોમાં જાદુ પાથર્યો અને એક અંદાજ મુજબ તેમની આખી કારકિર્દીમાં તેમણે લગભગ 16,000 જેટલા ગીતો રેકોર્ડ કર્યા છે. તેમણે માત્ર હિન્દી જ નહીં, પરંતુ ગુજરાતી, મરાઠી, બંગાળી, પંજાબી, ભોજપુરી, તમિલ, મલયાલમ, અંગ્રેજી અને રશિયન જેવી અનેક ભાષાઓમાં પોતાનો અવાજ આપ્યો છે.

તેમના અંગત જીવનની વાત કરીએ તો, તેમના લગ્ન બોલિવૂડના દિગ્ગજ અને સુપરસ્ટાર સંગીત નિર્દેશક આર.ડી. બર્મન (R.D. Burman) સાથે થયા હતા. આ જોડીએ હિન્દી સિનેમાને અનેક સદાબહાર અને સુપરહિટ ગીતો આપ્યા છે. સંગીત ક્ષેત્રે તેમના આ જંગી યોગદાનને જોતા વર્ષ 2008 માં ભારત સરકાર દ્વારા તેમને 'પદ્મ વિભૂષણ' થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે બીજા ડઝનબંધ પુરસ્કારો પોતાના નામે કર્યા છે. હાલ આખો દેશ તેઓ વહેલી તકે સ્વસ્થ થઈને ઘરે પરત ફરે તેવી પ્રાર્થના કરી રહ્યો છે.