Sushmita Sen Lalit Modi Love Affair: બૉલીવડુ એક્ટ્રેસ સુષ્મિતા સેનને (Sushmita Sen) જ્યારથી ટ્વીટર પર બિઝનેસમેન લલિત મોદીએ પોતાની બેટરહાફ ગણાવીને લગ્ન કરવાની જાહેરાત કરી છે, ત્યારથી સોશ્યલ મીડિયા પર ફેન્સના ક્રેજી રિએક્શન્સુ પુર આવી ગયુ છે. સોશ્યલ મીડિયા પર ફેન્સ આ લવ અફેરના સમાચારો પર ફની મીમ્સ શેર કરી રહ્યાં છે. બન્નેના અફેર પર ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ પર એકથી એક ફની મીમ્સ શેર કરી રહ્યાં છે, જેને જોઇને તમે પણ હંસવુ નહીં રોકી શકો. 


લલિત મોદીના આ ટ્વીટ બાદ મીડિયામાં સમાચાર ફેલાઈ ગયા છે કે લલિત મોદીએ અને સુષ્મિતા સેને લગ્ન કરી લીધા છે. જો કે, આ અહેવાલો અંગે લલિત મોદીએ બીજું ટ્વીટ કરીને તેમના લગ્ન અંગે સ્પષ્ટતા પણ કરી છે.






કેટલાય યૂઝર સુષ્મિતા સેનના બૉયફ્રેન્ડનુ લિસ્ટ શેર કરી રહ્યાં છે, તો કેટલાક કટાક્ષ કરી રહ્યાં છે.