મુંબઇઃ દેશભરમાં કોરોનાના કારણે હાહાકાર મચી ગયો છે, ત્યારે એક્ટ્રેસની બહેન રંગોલી ચંદેલે જમાતીઓ પર એક ટ્વીટ કર્યુ હતુ, આ ટ્વીટને લઇને ટ્વીટરે તેનુ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધી હતુ. બાદમાં આ વાતને લઇને ચર્ચા ખુબ થઇ અને કંગના રનૌતે બહેન રંગોલીનો બચાવ કર્યો હતો.


હવે આ મુદ્દાને લઇને રંગોલી અને કંગના રનૌત પર એક્ટર ઋત્વિક રોશનની સાળી, એટલે કે ફરાહ ખાન અલી ભડકી છે. ફરાહ ખાન અલીએ એક ખાસ પૉસ્ટ કરીને તેમને કહ્યું કે કોઇપણ સમુદાય પ્રત્યે આટલી નફરત કરવી યોગ્ય નથી.



ફરાહ ખાન અલીએ કંગનાને ચેતાવણી પણ આપી છે, ફરાહ ખાન અલીએ કંગના અને રંગોલી માટે લખ્યું, તમારે વધુ જવાબદાર બનવાની જરૂર છે. કેમકે આને મુલ્લા અને સેક્યૂલર મીડિયાને ગોળી મારવાની વાત કહી હતી. તેને કહ્યું મારી કોઇ પર્સનલ દુશ્મની નથી, અને તે પોતાની જાતને સામાજિત કાર્યકર્તા સમજે છે. એટલે તેને પોતાના ટ્વીટમાં સાવધાની રાખવાની જરૂર છે. કોઇપણ સમુદાય પ્રત્યે નફરત ફેલાવવી યોગ્ય નથી.



ઉલ્લેખનીય છે કે, કંગના રનૌતે અગાઉ એક વીડિયો પૉસ્ટ કરીને બહેન રંગોલીનો બચાવ કર્યો હતો, તેને કહ્યું કે રંગોલી નિર્દોષ છે, મારી બહેન કોઇપણ સમુદાય પ્રત્યે નફરત નથી ફેલાવી રહી. કંગનાએ સરકાર પાસે ટ્વીટરને બંધ કરવાની પણ માંગ કરી હતી.