હેમા માલિનીએ કહ્યું, 'બીજા લોકડાઉન બાદ પણ આવી ઘટનાઓ. થોડી માનવતા બાકી રાખો. કોરોના વૉરિયર્સ પોતાના જીવ જોખમાં નાખી મુશ્કેલ પરિસ્થિતિમાં આપણી મદદ કરે છે. ડૉક્ટર્સ, સ્વાસ્થ્યકર્મી, પોલીસકર્મી અને મીડિયાકર્મી પર હુમલા કરનારા કાયરોને પાઠ ભણાવવો જોઈએ. પ્રશાસને તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, યાદ રાખો કોરોના વૉરિયર્સ છે તો જિંદગી છે.'
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 14 હજારને પાર પહોંચી છે. મંત્રાલય મુજબ, અત્યાર સુધીમાં 14 હજાર 378 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે 480 લોકોના મોત થયા છે. 1992 લોકો સ્વસ્થ થયા છે.