Ranbir Kapoor On Father Rishi Kapoor: રણબીર કપૂર, સંજય દત્ત અને વાણી કપૂર સ્ટારર શમશેરાને તેના નિર્માતાઓની અપેક્ષા મુજબ બોક્સ ઓફિસ પર પ્રતિસાદ મળ્યો ન હતો. આ ફિલ્મનું દિગ્દર્શન કરણ મલ્હોત્રાએ કર્યું હતું, જેણે અગ્નિપથ જેવી ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. શમશેરાના પ્રમોશન દરમિયાન રણબીર કપૂરે ડિરેક્ટર કરણ મલ્હોત્રા વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. રણબીરે કહ્યું હતું કે, તેના પિતા ઋષિ કપૂરે તેને કરણ મલ્હોત્રા વિશે ગંભીર ચેતવણી આપી હતી.


રણબીર કપૂરને ઋષિ કપૂરે શું કહ્યું?


રણબીર કપૂરે બોલિવૂડ હંગામાને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તેના પિતા ઋષિ કપૂરે તેને કરણ મલ્હોત્રા વિશે ઘણા સમય પહેલાં ચેતવણી આપી હતી. ઋષિ કપૂરે કહ્યું હતું કે, કરણ મલ્હોત્રા ખૂબ જ સખત ટાસ્કમાસ્ટર છે, ઘણી વખત રિટેક લે છે. તમને ત્રાસ આપે છે, તું તૈયાર રહેજે કારણ કે તને ઘણો પસ્તાવો થવાનો છે. આ પછી પિતા ઋષિએ કહ્યું હતું કે, પરંતુ ફિલ્મ જોયા પછી બધી મહેનત વસૂલ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે, ઋષિ કપૂરે કરણ મલ્હોત્રા સાથે ફિલ્મ અગ્નિપથની રિમેકમાં કામ કર્યું હતું.


આ સાથે રણબીર કપૂરે ફિલ્મ શમશેરામાં કામ કરવાના અનુભવને ડરામણું સ્વપ્ન ગણાવ્યું હતું. તેના કહેવા પ્રમાણે, મોટી દાઢી રાખવી, ધૂળથી ઢંકાયેલું રહેવાનું, વૂલન કપડામાં શૂટિંગ કરવું એ ઘણું મુશ્કેલ કામ હતું. તેના અને વાણી માટે આ ખૂબ જ મુશ્કેલ અનુભવ હતો. આ સાથે રણબીર કપૂરે બોક્સ ઓફિસ કલેક્શન વિશે કહ્યું હતું કે, 'સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પોતાના અંગત સંતોષ માટે ફિલ્મો નથી બનાવતું.'


આજકાલ રણબીર કપૂર ઘણો ખુશ છે. આ ખુશીનું ખાસ કારણ એ છે કે તે બહુ જલ્દી પિતા બનવા જઈ રહ્યો છે. આ સાથે તેની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર આ વર્ષે 9 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. બ્રહ્માસ્ત્રમાં તે પહેલીવાર તેની પત્ની આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. આ ફિલ્મ 300 કરોડના બજેટમાં બની છે.


આ પણ વાંચોઃ


Kejriwal Gujarat Visit : કેજરીવાલની મોટી જાહેરાતઃ ગુજરાતમાં જન્મેલા દરેક બાળકને સારું અને મફત શિક્ષણ આપવાની જાહેરાત