Adipurush Earned : 'આદિપુરુષ'ની લોકો ભારે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આ ફિલ્મ અધધ 500 કરોડના ખર્ચે બની હોવાનું કહેવાય છે. પરંતુ રિલીઝ પહેલા જ તેણે 80 ટકાથી વધારે તો કમાણી કરી પણ લીધી છે. આ વાતને લઈને તમે થોડી મૂંઝવણ અનુભવતા હશો કે આ કેવી રીતે શક્ય છે? આ વાતને માત્ર ફેકમ ફેંક ના ગણો. બજારના આ આંકડાને સમજવા થોડો સમય કાઢો. તો જાણો કેવી રીતે પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની 'આદિપુરુષ'એ રિલીઝ પહેલા જ બજેટનો એક તૃતીયાંશ કમાણી કરી લીધી છે?


જેના પરથી કહી શકાય કે ફિલ્મના મેકર્સને નુકસાન થવાનો સવાલ જ નથી. તો ચાલો વિલંબ કર્યા વિના તમને જણાવીએ કે આ વાત કેટલી હદે સાચી છે કે 'આદિપુરુષ' રિલીઝ પહેલા જ 432 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી ચુકી છે. 'બોલીવુડ હંગામા'ના અહેવાલ મુજબ, આદિપુરુષનું કુલ બજેટ 500 કરોડ રૂપિયા છે. જ્યારે ઓમ રાઉતની ફિલ્મે થિયેટરમાં રિલીઝમાં રિલિઝ થાય તે પહેલા જ 432 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. એટલે કે, ફિલ્મે કુલ બજેટના 85% વસૂલ પણ કરી લીધા છે. આ ફિલ્મ 16 જૂન 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.


આદિપુરુષે રિલીઝ પહેલા જ 432 કરોડ રૂપિયાની કમાણી કેવી રીતે કરી?


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'આદિપુરુષ'ને નોન થિયેટ્રિકલ રેવન્યુમાંથી 247 કરોડ રૂપિયા મળ્યા છે. હવે તમે વિચારતા હશો કે, નોન-થિયેટ્રિકલ આવકનો અર્થ શું છે? તો અમે તમને જણાવી દઈએ કે, થિયેટરોની કમાણી સિવાય ફિલ્મ બીજા ઘણા પ્લેટફોર્મ પરથી પણ કમાણી કરે છે. ઉદાહરણ તરીકે કોઈ ફિલ્મ OTT પર આવે છે જ્યારે તે પ્લેટફોર્મ્સે નિર્માતાઓ પાસેથી તે ફિલ્મના અધિકારો ખરીદ્યા હોય. એ જ રીતે ટેલિવિઝન ચેનલોએ પણ પોતાની ચેનલ પર ફિલ્મ ચલાવવા માટે તેના સેટેલાઇટ રાઇટ્સ ખરીદવા પડે છે. આ રીતે એક ફિલ્મ બોક્સ ઓફિસ સિવાય ઘણા માધ્યમો દ્વારા કમાણી કરે છે. હિન્દુ મહાકાવ્ય રામાયણ પર આધારિત, 'આદિપુરુષ' એ સેટેલાઇટ અધિકારો, સંગીત અધિકારો, ડિજિટલ અધિકારો અને અન્ય અધિકારો દ્વારા 247 કરોડ રૂપિયાની કમાણી કરી છે.


કયા કારણો છે જેનાથી આદિપુરુષને ફટકો પડશે?


આ રિપોર્ટ કહે છે કે 'આદિપુરુષ'ને દક્ષિણમાંથી આશરે રૂ. 185 કરોડની ગેરેન્ટેડ રેવન્યુ મળશે. તેની પાછળ પણ ઘણા કારણો છે. ઓમ રાઉત આ ફિલ્મને માત્ર ઉત્તરમાં જ નહીં પરંતુ સાઉથમાં પણ મોટા પાયે રિલીઝ કરી રહ્યા છે. ઘણા મીડિયા અહેવાલો દાવો કરે છે કે, આદિપુરુષ લગભગ 7 થી 8 હજાર સ્ક્રીનોમાં રિલિઝ થશે. એટલે કે વધુ સ્ક્રીન વધુ શો. આ સ્થિતિમાં 'આદિપુરુષ' માટે 185 કરોડ રૂપિયાની કમાણી કરવી મોટી વાત નહીં હોય. તેનું બીજું કારણ એ છે કે, પ્રભાસની એક મજબૂત ફેન ફોલોઈંગ છે, તેની ફિલ્મ માટે 185 કરોડ રૂપિયાની કમાણી કરવી કોઈ મોટી વાત નહીં હોય.


આ પ્રકારે T-Seriesની આગામી ફિલ્મ સ્ક્રીન પર આવતા પહેલા જ રૂ. 432 કરોડ એટલે કે 86.4% કલેક્શન કરી ચૂકી છે. ટ્રેડ એનાલિસ્ટના મતે 'આદિપુરુષ' પહેલા ત્રણ દિવસમાં જ 100 કરોડનો આંકડો પાર કરી જશે. હવે પ્રભાસ અને કૃતિ સેનનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી શકશે તે તો તેની રિલીઝ પછી જ ખબર પડશે.