આ હવેલીમાં પોલીસ છેલ્લા 6 મહિનામાં મંદિરમાંથી 12 મૂર્તિ ચોરી થવાની તપાસ કરે છે. પુછપરછ દરમિયાન ચંચલ ચૌહાણ એટલે કે ભૂમિ પેડનેકર એક સામાન્ય મહિલાથી અલગ ભૂમિકામાં દેખાવવા લાગે છે. તે રાની દુર્ગામતીના રૂપમાં એકદમ એગ્રેસિવ દેખાઇ છે. ટ્રેલરમાં માહી ગીલને એક પોલીસ અધિકારી બતાવવામાં આવી છે, જે આ કેસની તપાસ કરી રહી છે.
મહત્વના રૉલમાં છે અરશદ વારસી
ફિલ્મમાં અરશદ વારસી એક નેતાની ભૂમિકામાં છે. ટ્રેલરમાં તેની નાના અને એક બે ડાયલૉગ્સ બતાવવામાં આવ્યા છે. જેનાથી લાગે છે કે આમાં મિથની સાથે રાજનીતિ વ્યવસ્થાને પણ બતાવવામાં આવી છે. ટ્રેલરની શરૂઆતમાં કેટલાક લોકો પ્રૉટેસ્ટ કરતા પણ દેખાઇ રહ્યાં છે. ફિલ્મના ટ્રેલરને ભૂમિ પેડનેકરે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કર્યુ છે.