મુંબઈ: હિન્દી સિનેમાના જાણીતા ફિલ્મ નિર્દેશક અને લેખક બાસુ ચટર્જીનું 90 વર્ષની વયે નિધન થઈ ગયું છે. મુંબઈના સાંતાક્રૂઝ સ્થિત તેમના ઘરે આજે સવારે 8.30 વાગ્યે અવસાન થયું હતું. બાસુ ચટર્જી છેલ્લા લાંબા સમયથી બીમાર હતા અને તેમને પહેલેથી જ ડાયાબીટીઝ તથા હાઈ બ્લડ પ્રેશર સબંધીત બીમારી હતી
ફિલ્મ મેકર અશોક પંડિતે એબીપી ન્યૂઝને ચટર્જીના નિધન અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, ઉંમર સંબંધિત બીમારીઓના કારણે તેમનું નિધન થયું.
70-80ના દાયકામાં હિન્દી સિનેમામાં બાસુ ચટર્જીએ ચિત્તચોર, રજની, બાતો બાતો મે, ઉસ પાર, છોટી સી બાત, ખટ્ટા મીઠા, પિયા કા ઘર, ચક્રવ્યૂહ, શૌકીન, રૂકા હુઆ ફૈસલા, જીના યહાં, જેવી અનેક ફિલ્મોનું નિર્દેશન કર્યું અને હિંદી સિનેમાની દુનિયામાં પોતાની એક અલગ ઓખળ બનાવી હતી. બાસુ ચેટર્જીએ દૂરદર્શન માટે બ્યોમકેશ બખ્શી, રજનીગંધા જેવી લોકપ્રિય સીરિયલ્સનું પણ નિર્દનશ કર્યું.
બાસુ ચટર્જીએ 1969માં આપેલી ફિલ્મ સારા આકાશથી ફિલ્મ દુનિયામાં પગ મુક્યો હતો. ફિલ્મ સારા આકાશના નિર્દેશ પહેલા બાસુ દાએ 1966માં રિલીઝ થયેલી રાજ કપૂર અને વહીદા રહેમાન સ્ટારર ફિલ્મ તીસરી કસમના નિર્દેશક બાસુ ભટ્ટાચાર્યના સહાયક તરીકે કામ કર્યું હતું.
મુંબઈ: જાણીતા ફિલ્મ નિર્દેશક બાસુ ચટર્જીનું 90 વર્ષની વયે નિધન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jun 2020 01:44 PM (IST)
70-80ના દાયકામાં હિન્દી સિનેમામાં બાસુ ચટર્જીએ ચિત્તચોર, રજની, બાતો બાતો મે, ઉસ પાર, છોટી સી બાત, ખટ્ટા મીઠા, પિયા કા ઘર, ચક્રવ્યૂહ, શૌકીન, રૂકા હુઆ ફૈસલા, જીના યહાં, જેવી અનેક ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -