Main Rahoon Ya Na Rahoon Yeh Desh Rehna Chahiye –  Atal: દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાય પર જલ્દી જ ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મનું નામ "મેં રહૂં યા ના રહૂં યે દેશ રહના ચાહિએ - અટલ" રાખવામાં આવ્યું છે. મંગળવારે આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતની સાથે ફિલ્મનું મોશન પોસ્ટર પણ રીલીઝ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ ફિલ્મને હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષામાં રીલીઝ કરવામાં આવશે.


પુસ્તક પર આધારિત હશે કહાનીઃ
ફિલ્મના મોશન પોસ્ટરમાં અટલ બિહારી વાજપાયના ભાષણની કેટલીક પંક્તિઓ મુકવામાં આવી છે. જેમાં અટલ બિહારી વાજપાય કહી રહ્યા છે, "સત્તા કા ખેલ તો ચલેગા, સરકારેં આયેંગી જાયેંગી, પાર્ટીયાં બનેંગી - બિગડેંગી. મગર યે દેશ રહના ચાહિએ, ઈસ દેશ કા લોકતંત્ર અમર રહેના ચાહિએ." અટલ ફિલ્મનું નિર્માણ વિનોદ ભાનુશાળી અને સંદીપ સિંહ કરી રહ્યા છે. ફિલ્મની કહાની પૂર્વ પ્રધાનમંત્રી વાજપાયજી ઉપર લખવામાં આપેલા પુસ્તક "ધ અનટોલ્ડ વાજપાય" પર આધારિત હશે. આ એક પોલિટિકલ ડ્રામા ફિલ્મ હશે. 'અટલ' ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષની શરુઆતમાં થશે અને વર્ષના અંત સુધીમાં ફિલ્મને રિલીઝ કરવામાં આવશે.




99મી જન્મ જયંતીના અવસરે રીલીઝ થશે ફિલ્મઃ
અટલ બિહારી વાજપાયના જીવન ઉપર આધારીત આ ફિલ્મને આવતા વર્ષે રીલીઝ કરવામાં આવશે. ફિલ્મની જાહેરાત સાથે તેની રીલીઝની જાહેરાત પણ કરાઈ છે જે મુજબ અટલ બિહારી વાજપાયની 99મી જયંતીના અવસરે રીલીઝ કરવામાં આવશે. જણાવી દઈએ કે, અટલ બિહારી વાજપાયની જયંતી જયંતિ 25 ડિસેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે.