નવી દિલ્હીઃ બૉલીવુડ અભિનેત્રી પૂનમ પાંડે ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. અભિેનેત્રી સામે ગોવામાં ફોરવર્ડ પાર્ટીની મહિલા વિંગે એફઆઇઆર નોંધાવી છે. આની સાથે જ કૈનાકોના પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા સામે પણ કોઇ વ્યક્તિ દ્વારા એફઆઇઆર નોંધાવવામાં આવી છે.


એફઆઇઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે અજાણ્યા શખ્સ બૉલીવુડ અભિનેત્રી પૂનમ પાંડેનો અશ્લીલ વીડિયો શૂટ કરી રહ્યો હતો. વળી પોલીસે કેસ નોંધી લીધો છે. આ જાણકારી એએનઆઇના માધ્યમથી આપવામાં આવી છે.

પહેલા પણ ચર્ચામાં રહી છે પૂનમ પાંડે
અભિનેત્રી પૂનમ પાંડેએ તાજેતરમાં જ પોતાના બૉયફ્રેન્ડ સેમ બૉમ્બે સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે અઠવાડિયા બાદ જ તેમને એકબીજા સાથે ઝઘડો થઇ ગયો હતો, આ મામલે જબરદસ્ત વિવાદ થયો. બાદમાં હનીમૂન પર ગયેલી પૂનમ પાંડેની સાથે તેના પતિએ મારામારી કરી તો તેને સેમ બૉમ્બે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી હતી. આ મામલામાં કાર્યવાહી કરતા પોલીસે તેના પતિની ધરપકડ કરી લીધી હતી. અભિનેત્રીએ બાદમાં પતિ વિરુદ્ધની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. જોકે બાદમાં તેના પતિને જામીન મળી ગયા હતા, હવે બન્ને વચ્ચે બધુ બરાબર છે.