મુંબઇઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતને લઇને બિહારથી મુજફ્ફરપુરમાં બૉલીવુડની કેટલીયે નામચિન હસ્તીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુઝફ્ફરપુરમાં સુશાંત સિંહ આત્મહત્યા મામલે કોર્ટમાં કરણ જૌહર, સલમાન ખાન, એકતા કપૂર, સંજય લીલા ભંસાળી, સાજિદ નડિયાદવાળા, આદિત્ય ચોપડા, ભૂષણ કુમાર અને દિનેશ સહિતના 8 કલાકારો સામે કેસ નોંધવામાં આવ્યો છે.


અધિવક્તા સુધાર ઓઝાએ જણાવ્યુ કે આ તમામ પર આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવીને સીજેએમ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ઓઝા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવાયુ છે કે, કરણ જૌહર, આદિત્ય ચોપડા, સાજિદ નડિયાદવાળા, સલમાન ખાન, સંજય લીલા ભંસાળી, ભૂષણ કુમાર, એકતા કપૂર તથા નિર્માતા-નિર્દેશક દિનેશ વિજાન પર આરોપ લગાવવામાં આવ્યો છે, કે કાવતરા અંતર્ગત આ લોકો સુશાંતની ફિલ્મો રિલીઝ ન હતા થવા દેતા, આ કારણે ફિલ્મ સાથે જોડાયેલા કાર્યક્રમોમાં સુશાંતને આમંત્રિત ન હતો કરાતો.



એફઆઇઆરમાં કહેવાયુ છે કે, આ તમામ લોકોના કારણે સુશાંત સિંહને આત્મહત્યા કરવા માટે મજબૂત થવુ પડ્યુ. સુશાંતના મોતથી બિહાર જ નહીં દેશના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.ઓઝાએ જણાવ્યુ કે પરિવાદ પત્રમાં બંધારણીય કલમ 306, 109, 504 , અને 506 અંતર્ગત આરોપ લગાવવામાં આવ્યો છે.

આ ફરિયાદમાં સાક્ષી તરીકે અભિનેત્રી કંગના રનૌતનું પણ નામ નોંધવામાં આવ્યુ છે, ઓઝાએ જણાવ્યુ કે કોર્ટે આ કેસની આગામી સુનાવણી 3 જુલાઇએ નક્કી કરી છે. ઉલ્લેખનીય છે કે સુશાંતે મુંબઇના બ્રાંદ્રા સ્થિત ફ્લેટ પર રવિવારે આત્મહત્યા કરી લીધી હતી.