મુંબઇઃ રણવીર સિંહની મચ અવેટેડ ફિલ્મ '83'માંથી દીપિકા પાદુકોણનો ફર્સ્ટ લૂક સામે આવી ગયો છે. ફિલ્માં દીપિકા પાદુકોણ પૂર્વ ક્રિકેટર કપિલ દેવની પત્ની રુમી દેવની ભૂમિકામાં દેખાઇ રહી છે.

ટ્રેડ એનાલિસ્ટ રમેશ વાળાએ ટ્વીટર પર આનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે. આમાં દીપિકા પાદુકોણ શોર્ટ હેયરમાં દેખાઇ રહી છે, અને કપિલ દેવ બનેલા રણવીર સિંહના હાથમાં હાથ નાંખીને ઉભેલી છે.

આ ફર્સ્ટ લૂકમાં દીપિકા પાદુકોણ બ્લેક રંગની હાઇ નેકની સાથે બેઝ કલરની સ્કર્ટ પહેરેલી દેખાઇ રહી છે. આ તસવીરમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બન્નેને ઓળખવા મુશ્કેલ બની રહ્યાં છે.


ફિલ્મ 83ને લઇને દીપિકા પાદુકોણ કહે છે કે, રમતના ઇતિહાસમાં સૌથી પ્રતિષ્ઠિત ક્ષણોમાંની એક ફિલ્મમાં એક નાનો પણ ખુબ મહત્વપૂર્ણ ભાગ બનવુ સન્માનની વાત છે.


ખાસ વાત છે કે, આ ફિલ્મમાં ભારતે પહેલીવાર 1983માં કપિલ દેવની કેપ્ટનશીપમાં ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો હતો, તેના પરની કહાની છે.