મુંબઈ: સાઉથની જાણીતી સિંગરે પારિવારિક ઝગડાથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. સોમવારે સાઉથ સિનેમાની સિંગર સુષ્મિતાએ સુસાઈડ નોટ તરીકે એક વોટ્સઅપ વોઈસ મેસેજ પોતાની માતાને સેન્ડ કરીને પોતાની જાતે ગળેફાંસો ખાઈ લીધો હતો. સુષ્મિતાએ તેના પતિની કંટાળીને આ પગલું ભર્યું હોવાનું પોલીસ કરી રહેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. સુષ્મિતાના લગ્ન શરત કુમાર સાથે થયા હતા. જે એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતો હતો. જોકે હાલ પોલીસ તેના પતિની શોધખોળ કરી રહી છે.

સુષ્મિતાએ પોતાના છેલ્લા સંદેશમાં જણાવ્યું હતું કે, મેં આ અંગે કોઈને પણ કહ્યું નથી. મારા પતિએ મને એક શબ્દ કહેવાની ના પાડી હતી. તે હંમેશા મારી પર બૂમો પાડતો હતો અને મને ઘરથી બહાર નીકળવાનું કહેતો હતો. હું તેના ઘરે મરવા ઈચ્છતી નથી. અમ્મા, હું તમને ખૂબ જ યાદ કરું છું. મારો નાનો ભાઈ તમારું ધ્યાન રાખશે. મારા અંતિમ સંસ્કાર મારા મૂળ સ્થાને કરજો.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે, લગ્ન બાદ સુષ્મિતાનો પતિ તેને માનસિક ત્રાસ આપતો હતો. જોકે કંટાળીને સિંગરે આ અંતિમ પગલું ભર્યું હતું. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. સાઉથ ઈન્ડિસ્ટિઝના સેલેબ્સ આ સમાચાર સાંભળીને સ્તબ્ધ થઈ ગયા હતાં.