મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઇ, ઇડી અને એનસીબી ત્રણેય એજન્સીઓ સઘન પુછપરછમાં લાગી છે, આ મામલે સીબીઆઇએ સુશાંતની બહેન મીતૂ સિંહને પહેલીવાર બોલાવી અને સુશાંત અને રિયાના સંબંધો વિશે જાણકારી મેળવી છે. સીબીઆઇએ રિયાને સતત ચોથા દિવસે પુછપરછ માટે બોલાવી હતી, પરંતુ તપાસમાં સહયોગ ન હતી કરી રહી. રિયાની સાથે સાથે તેના ભાઇ શૌવિકની પણ પુછપરછ થઇ રહી છે.

સીબીઆઇએ સુશાંત સિંહ રાજપૂતની બહેન મીતૂ સિંહને પણ પુછપરછ માટે બોલાવી હતી. સીબીઆઇએ પહેલીવાર સુશાંતના પરિવારના કોઇ સભ્યની પુછપરછ કરી છે. સીબીઆઇએ મીતૂ સિંહને કોઇ અજાણી જગ્યાએ બોલાવીની પુછપરછ કરી હતી, જ્યાં રિયા અને સુશાંતના સંબંધો વિશે સવાલો કરવામાં આવ્યા હતા.



સીબીઆઇએ મીતૂ સિંહને સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી વચ્ચે સંબંધોને લઇને ઘટના બાદ શું શું જોયુ અને સાંભળ્યુ તેને લગતા સવાલો પુછ્યા હતા. સીબીઆઇ જાણે છે કે સુશાંતની બહેન મીતૂ સિંહ મુંબઇમાં રહે છે, અને સુશાંત સાથે નજીદીકી હતી. એટલુ જ નહીં સુશાંતના મોત બાદ સુશાંતના ઘરે પહોંચનારી તે પહેલી પરિવારની સભ્ય હતી. સીબીઆઇ મીતૂ સિંહ પાસે જાણવા માંગે છે કે તેને સુશાંતના મોત વિશે શું શુ માહિતી છે, સાથે ઘટના પહેલા એવુ શું થયુ કે સુશાંતની હાલત ખરાબ થઇ ગઇ હતી.

ખાસ વાત છે સુંશાતના મોતને લઇને સીબીઆઇ મીતૂ સિંહ ઉપરાંત હવે તેના પરિવારના અન્ય સભ્યોની પણ પુછપરછ કરશે.