સપના ચૌધરી અને અન્ય વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાઇ ગયો છે. દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા આ મામલાની તપાસ કરી રહી છે. સપના અને અન્ય લોકો વિરુદ્ધ આઇપીસીની કલમ 420,120 B,406 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.
જાણકારી અનુસાર, સપના ચૌધરી પર આરોપ લગાવ્યો છે કે તેને એક પીઆર કંપની પાસેથી સ્ટેજ શૉ અને સિંગિંગના એગ્રીમેન્ટ કર્યા હતા. પરંતુ બાદમાં પરફોર્મન્સ ન હતુ આપ્યુ. એટલુ જ નહીં આરોપો અનુસાર સપનાએ લૉનના નામથી કંપની પાસેથી એડવાન્સ લીધા. પછી તેને આ પૈસા પાછા પણ ના આપ્યા અને કોઇ પરફોર્મન્સ પણ આપ્યુ ન હતુ. દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા આ મામલામાં સપના ચૌધરીને જલ્દી નોટિસ મોકલીને પુછપરછ માટે બોલાવવાની છે.