હિન્દી ફિલ્મોમાં કામ કરનારા આ વિદેશી એક્ટરનું થયું મોત, જાણો કઈ હોટ એક્ટ્રેસના બોડીગાર્ડના રોલમાં મચાવેલી ધૂમ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Jan 2021 12:31 PM (IST)
બોલિવૂડના અભિનેતા ઓલાનોકિયોટન ગોલાબો લુકાસનું શનિવારે નિધન થયું હતું. ઓલાનોકિયોટન ગોબોલાબો લુકાસ નિધનથી બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઓલાનોકિયોટન ગોલાબોના નિધન પર રિચા ચઠ્ઠા, ફરહાન અખ્તર સહિતના સેલેબ્સે દુ:ખ વ્યક્ત ટવિટ કરતા શ્રદ્ધાંજલિ આપી છે.
બોલિવૂડ: ફરહાન અખ્તરે ટ્વીટ કરીને અભિનેતા ઓલાનોકિયોટન ગોબોલાબોના નિધનની માહિતી આપી હતી. ફરહાન અખ્તરે ટ્વિટ કરી લખ્યું કે, “ફુક્રમાંની યાદગાર ભૂમિકા ભજવનાર ઓલાનોકિયોટન ગોબોલાબો લુકાસનું નિધન થયું છે.આ દુ:ખમાં અમારી સંવેદના તેમના પરિવાર સાથે છે. ફરહાન અખ્તરની સાથે ફિલ્મ ‘ફુક્રે’ ના કલાકારો વરુણ શર્મા અને પુલકિત સમ્રાટે પણ તેમની ઇન્સ્ટા સ્ટોરીમાં પોસ્ટ મુકીને ઓલાનોકિયોટન ગોબોલાબોના નિધન પ્રત્યે દુ:ખ વ્યક્ત કરતા તેમની સાથેની કેટલીક યાદો તાજા કરી હતી. વરૂણ શર્માએ ઓલોનોકિયોટન ગોબોલાબો લુકાસનો ફોટો શેર કર્યો અને લખ્યું: “ બહુ દુ:ખ અને અફસોસ સાથે કહું છું કે, લુકસ હવે અમારી સાથે નથી, ભગવાન તેમના આત્માને શાંતિ આપે.” ઋચા ચઠ્ઠાએ તેમની ફિલ્મ ‘ફુક્રે’ અને ભોલી પંજાબનના તેમના રોલને યાદ કરતા ઇસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તેમણે લ્યૂક્સના યાદ કરતા લખ્યું કે, ડિયર લ્યૂકસ આ શું થઇ ગયું. હું તને હંમેશા યાદ કરતી રહીશ. ભગવાન તારા આત્મને શાંતિ આપે. અલી ફઝલે લ્યૂક્સને યાદ કરતા ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, આ સમાચાર સાંભળ્યા બાદ હું માની ન હતો શકતો કે લ્યૂક આપણી વચ્ચે નથી. તેમના પરિવારને આ દુ:ખ સહન કરવાની ભગવાન શક્તિ આપે.