મુંબઇઃ હાર્ડી અને સરગુન મહેતાનુ તાજેતરમાં જ રિલીઝ થયેલુ તિતલિયા ગીત જબરદસ્ત હિટ રહ્યું છે. આ ગીત એટલુ પૉપ્યુલર થયુ કે કેટલા ગૃપ આને પોતાની અલગ અલગ સ્ટાઇલમાં પરફોર્મ કરી ચૂક્યા છે, કેટલીય વાર રિએક્રિએટ પણ કરવામાં આવી ચૂક્યુ છે. વળી હવે બેસ્ટ ડાન્સર ધનાશ્રી વર્માએ પણ આના પર જબરદસ્ત ડાન્સ કર્યો છે અને આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

ગૃપની સાથે ડાન્સ....
મોટાભાગના વીડિયોમાં ધનાશ્રી એકલી જ ડાન્સ કરતી દેખાય છે, પરંતુ આ વખતે તે ગૃપમાં પરફોર્મ કરી રહી છે. તિતલિયા ગીત પર ડાન્સનો આ વીડિયો ધનાશ્રીએ ત્રણ દિવસ પહેલા જ અપલૉડ કર્યો છે, પણ અત્યાર સુધી 24 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ગીત પર ધનાશ્રીનો ડાન્સ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.



આ વીડિયોની પ્રસંશામાં કેટલાય યૂઝર્સ સારા રિએક્શન્સ આપી રહ્યાં છે, તો વળી કેટલાક મજેદરા કૉમેન્ટ્સ પણ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું- યુજવેન્દ્ર ભાઇને પણ ડાન્સ કરાવો. વળી સરગુન મહેતા અને જાણીતા કોરિયોગ્રાફર ધર્મેશે પણ આ વીડિયો પર કૉમેન્ કરી છે. સરગુને કહ્યું આઇ લવ યુ એન્ડ લવ ધીશ વીડિયો. તો ધર્મેશ વીડિયો જોઇને બોલ્યો- ખતરનાક.

ખાસ વાત છે કે ગયા વર્ષના છેલ્લા મહિનામાં એટલે કે 22 ડિસેમ્બરે ધનાશ્રી વર્મા અને ક્રિકેટર યુજવેન્દ્ર ચહલના લગ્ન થયા છે. બન્ને બાદમા હનીમૂન માટે દુબઇ પણ ગયા હતા. ત્યાંથી બન્નેની સુંદર તસવીરો પણ વાયરલ થઇ હતી.