Gadar 2 BO Collection Day 12: બૉલીવુડ હીરો સની દેઓલની (Snunny Deol) ફિલ્મ ગદર 2 અત્યારે બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે, ફિલ્મ ધમાકેદાર કમાણી કરી રહી છે. ફિલ્મ રોજ કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. સની દેઓલની ગદર 2 (Gadar 2) હવે 400 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મે માત્ર 12 દિવસમાં 400 કરોડનો આંકડો પાર કરી લીધો છે. સની દેઓલ અને અમિષા પટેલ ફરી એકવાર ફેન્સનું દિલ જીતવામાં સફળ રહ્યા છે. જાણો ગદર 2 એ 12માં દિવસે કેટલું કલેક્શન કર્યું છે.


ગદર 2ના કલેક્શનની વાત કરીએ તો, આ ફિલ્મ પહેલા દિવસથી જ સારી કમાણી કરી રહી છે. ગદર 2 એ શરૂઆતના દિવસે 40.10 કરોડનું કલેક્શન કર્યું હતું. જે બાદ ફિલ્મ દરરોજ સારું કલેક્શન કરી રહી છે. ગદર 2 પહેલા વીકએન્ડ સુધીમાં 200 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ હતી.


12માં દિવસે કરવામાં આવ્યુ આટલુ કલેક્શન - 
ગદર 2 એ બૉક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. સકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે બારમા દિવસે 11.50 કરોડનું કલેક્શન કર્યું છે. જે બાદ કુલ કલેક્શન 400.10 કરોડ થઈ ગયું છે. ફિલ્મે અગિયારમા દિવસે 13.50 કરોડનું કલેક્શન કર્યું હતું. જે બાદ ગદર 2ની કમાણી 400 કરોડથી થોડી જ દૂર રહી હતી.


ગદર 2 વિશે વાત કરીએ તો, તે અનિલ શર્માના નિર્દેશનમાં બનેલી ફિલ્મ છે. ગદર 2 વર્ષ 2001માં આવેલી ફિલ્મની સિક્વલ છે. જેને દર્શકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મમાં સની દેઓલ, અમિષા પટેલની સાથે ઉત્કર્ષ શર્મા અને મનીષ વાધવા મુખ્ય ભૂમિકામાં છે. અમરીશ પુરીએ ગદરમાં ખલનાયકની ભૂમિકા ભજવી હતી, જ્યારે મનિષ વાધવા ગદર 2માં આ ભૂમિકામાં જોવા મળ્યા હતા. વિલન બનેલા મનિષ વાધવાની એક્ટિંગના દરેક લોકો વખાણ કરી રહ્યા છે.


આજે 400 કરોડના ક્લબમાં એન્ટ્રી કર્યા બાદ ફેન્સને આશા છે કે ફિલ્મને 500 કરોડના ક્લબમાં સામેલ થવામાં વધુ સમય નહીં લાગે.


સની દેઓલ 2024ની લોકસભા ચૂંટણી નહીં લડે


બૉલીવુડ અભિનેતા સની દેઓલ અત્યારે બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહ્યો છે, દેશવાસીઓના મોંઢા પર બસ એક જ નામ છે, તે છે ગદર-2 અને તારાસિંહ, પરંતુ આ બધાની વચ્ચે સની દેઓલને લઇને એક મોટું અપડેટ પણ સામે આવ્યું છે. ભાજપના સાંસદ અને અભિનેતા સની દેઓલનો તાજેતરનો ઈન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યો છે. આ ઈન્ટરવ્યૂમાં અભિનેતાએ રાજનીતિથી અલગ થવાની જાહેરાત કરી છે. સની દેઓલે કહ્યું કે તે 2024માં લોકસભા ચૂંટણી નથી લડવાનો, કેમ કે એક્ટર બની રહેવું જ મારી ચૂંટણી છે, મને લાગે છે કે, હું એક એક્ટર તરીકે જ દેશ સેવા કરવા માંગુ છે. 


'ફિલ્મોમાં કરવા માંગું છું વધુ કામ...'
સની દેઓલે કહ્યું કે, અભિનયની દુનિયામાં મારું દિલ જે ઈચ્છે છે તે હું બેફિકર કરું છું. પરંતુ રાજકારણમાં એવું નથી. જો મેં રાજકારણમાં કંઈક કર્યું હોય અને તેને પૂરું ના કરી શકું તો તે મારા અને જનતા બંને માટે ખોટું છે.


લોકસભામાં આ માટે નથી જવાનો સની દેઓલ -  -
લોકસભામાં પોતાની 19 ટકા હાજરી અંગે સની દેઓલે કહ્યું કે, હું જ્યારે પણ સંસદમાં જાઉં છું ત્યારે જોઉં છું કે કેટલા મોટા લોકો દેશ ચલાવી રહ્યા છે, તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓ અહીં બેઠા છે, પરંતુ અહીં લોકો એકબીજા સાથે કેવી રીતે વર્તે છે, જ્યારે અમે અન્ય લોકોને નમ્ર બનવાની સલાહ આપીએ છીએ. આ બધું આપીને મને લાગે છે કે હું આ બધું કરી શકીશ નહીં. અહીં આવવું સારું છે, મારે બીજે ક્યાંક જવું જોઈએ. આમ પણ હવે હું ચૂંટણી લડવાનો નથી.


2019માં પહેલીવાર લડ્યો હતો ચૂંટણી - 
ગદર 2 થી ધૂમ મચાવનાર એક્ટર સની દેઓલે વર્ષ 2019માં પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. અભિનેતાએ વર્ષ 2019 માં પંજાબની ગુરદાસપુર લોકસભા બેઠક પરથી પોતાનું નસીબ અજમાવ્યું અને જનતાએ પણ તેમને તેમના નેતા તરીકે ચૂંટ્યા. ગુરદાસપુરની જનતાએ સની દેઓલને 84 હજારથી વધુ મતોથી લોકસભામાં મોકલ્યા હતા.