Gadar 2 Box Office Collection: બોલિવૂડ એક્ટર સની દેઓલ અને એક્ટ્રેસ અમીષા પટેલની ફિલ્મ 'ગદર 2' એ 26 ઓગસ્ટ, શનિવારે બોક્સ ઓફિસ પર ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. એવું માનવામાં આવતું હતું કે શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'ની 'ગદર 2'ની કમાણીમાં થોડો તફાવત આવી શકે છે. પરંતુ આવું બિલકુલ થયું નથી. આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2' પણ આ ફિલ્મની ગતિને રોકી શકી નથી.


અત્યાર સુધીની ત્રીજી સૌથી મોટી હિન્દી હિટ ફિલ્મ     


તારા સિંહને આખી દુનિયામાં પસંદ કરવામાં આવી રહ્યા છે જેના કારણે તેની ચર્ચા દરેક જગ્યાએ થાય છે. તારા સિંહ અને સકીનાની  સ્ટારીએ વિશ્વભરમાં કરોડોનો બિઝનેસ કર્યો છે. હાલમાં જ તેની 16મા દિવસની કમાણી સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર ફિલ્મે શનિવારે 13 કરોડની કમાણી કરી લીધી છે. છેલ્લા 5 દિવસથી ગદર 2ની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આજે શનિવારે ફિલ્મે પાછલા દિવસની સરખામણીએ કલેક્શન બમણું કર્યું છે.


હવે ફિલ્મની કુલ કમાણી 440 કરોડ થઈ ગઈ છે. એવી અપેક્ષા છે કે રવિવારે ફિલ્મ સ્થાનિક બોક્સ ઓફિસ પર 450 કરોડના આંકડાને સ્પર્શ કરશે. વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર આ ફિલ્મનું કલેક્શન 575 કરોડ રૂપિયાના આંકડાને પાર કરતું જોવા મળી રહ્યું છે. ગદર 2ની વાત કરીએ તો તે 2001માં આવેલી ફિલ્મની સિક્વલ છે. ગદરની માત્ર સ્ટારકાસ્ટ તેની સિક્વલમાં જોવા મળી છે. સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે.


સની દેઓલની ગદર 2 એ 16માં દિવસે ઈતિહાસ રચી દીધો       


ફિલ્મનું નિર્દેશન અનિલ શર્માએ કર્યું છે. ગદર 2 ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની છે. આ ફિલ્મ દુનિયાભરમાં 500 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે.  સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદરને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મે શરુઆતથી જ બોક્સ ઓફિસ પર ખૂબ જ શાનદાર કમાણી કરી છે.