Gadar 2 Box Office: બૉક્સ ઓફિસ પર અત્યારે સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ફિલ્મ ગદર-2 ધમાલ મચાવી રહી છે, ગદર-2એ એક પછી એક કમાણીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. સની દેઓલની ગદર-2 ને રિલીઝ થયાને 16 દિવસથી વધુનો સમય થઇ ગયો છે. હવે બૉક્સ ઓફિસ પર ગદર-2એ શાહરુખ ખાનની પઠાન અને પ્રભાસની બાહુબલી 2ને જબરદસ્ત ટક્કર આપી છે, હાલમાં ગદર-2 સૌથી વધારે કમાણી કરનારી ત્રીજી ફિલ્મ બની ગઈ છે. ગદર 2 એ કેજીએફ ચેપ્ટર 2, દંગલ, સંજુ અને પીકે જેવી કેટલીય ફિલ્મોને માત આપી છે. આ રિપોર્ટમાં ટોપ 5 નું લિસ્ટ અને કલેક્શન અંગેની ડિટેલ્સ.....
ટૉપ 5, સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો -
ખાસ વાત છે કે, ભારતીય સિનેમાના ઈતિહાસમાં પહેલી સૌથી વધારે કમાણી કરનારનો રેકોર્ડ પઠાનના નામે હતો. જ્યારે બીજા નંબર પર બાહુબલી છે અને ત્રીજા નંબર પર ગદર 2 આવી ગઈ છે.
ફિલ્મ:- પઠાન
રિલીઝ તારીખ:- 25 જાન્યુઆરી 2003
બોક્સ ઓફિસ:- 543.05 કરોડ રુપિયા
ફિલ્મ:- બાહુબલી 2
રિલીઝ તારીખ:- 28 એપ્રિલ 2017
બોક્સ ઓફિસ:- 510.99 કરોડ રુપિયા
ફિલ્મ:- ગદર 2
રિલીઝ તારીખ:- 11 ઓગસ્ટ 2023
બોક્સ ઓફિસ:- 439.95 કરોડ રુપિયા
ફિલ્મ:- કેજીએફ ચેપ્ટર 2
રિલીઝ તારીખ:- 14 એપ્રિલ 2022
બોક્સ ઓફિસ:- 434.70 કરોડ રુપિયા
ફિલ્મ:- દંગલ
રિલીઝ તારીખ:- 29 જૂન 2018
બોક્સ ઓફિસ:- 387.38 કરોડ રુપિયા
કેવી છે બોક્સ ઓફિસ પર ગદર 2ની ચાલ
ઉલ્લેખનીય છે કે, રિલીઝ થયેલી ગદર 2 પહેલા દિવસે 40.10 કરોડ રુપિયા સાથે ઓપનિંગ કર્યુ હતું. ફિલ્મના ઓપનિંગ વીકએન્ડમાં 134.88 કરોડનું કલેકશન કર્યુ હતું. પહેલા અઠવાડિયામાં 284.63 કરોડ રુપિયા અને બીજા અઠવાડિયામાં 419.10 કરોડનું કલેક્શન કર્યુ હતું. જ્યારે હાલમાં કુલ 439.95 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે અને ફિલ્મ અત્યારે પણ સિનેમાઘરોમાં લાગેલી છે.