કોરોનાથી સાજા થયા બાદ અભિનેત્રી જેનેલિયા ડિસૂઝાએ લખ્યું- ત્રણ અઠવાડિયા પહેલા કોરોનાથી સંક્રમિત થઇ હતી, છેલ્લા 21 દિવસથી કોરોનાના લક્ષણો ન હતા દેખાતા. ત્યારબાદ મારો આજે રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. તમામ લોકોના આશીર્વાદ અને પ્રેમથી મે કોરોનાને માત આપી છે.
જેનેલિયા ડિસૂઝાએ આગળ લખ્યું- જો આ 21 દિવસ મારા માટે મુશ્કેલ હતા, તમે ડિજીટલી ગમે તેટલા લોકો સાથે કનેક્ટ રહો પણ એકલાપણાને દુર નથી કરી શકતા. પોતાના પરિવાર અને ચાહકોના પાસે પરત આવીને હુ ખુશ છુ. તમે પણ તેમની પાસે રહો તે તમને પ્રેમ કરે છે, કેમકે શક્તિ માટે પ્રેમ ખુબ જરૂરી છે. તમને પણ જો જરાક શંકા થાય તો કોરોના ટેસ્ટ કરાવો, સ્વસ્થ રહો, સારુ ખાઓ અને આ મૉન્સ્ટરને માત આપો.
ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ પહેલા અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા રાય બચ્ચન કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા, જોકે બાદમાં તમામ લોકો કોરોનાને માત આપીને ઘરે પરત ફરી ચૂક્યા છે