નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપુત મોત કેસમાં સીબીઆઈ તપાસ ચાલી રહી છે. પહેલા નેપોટિઝમનો મુદ્દો ગર્માયો હતો, ત્યારે હવે ડ્રગ્સનો પણ એક એંગલ નજર આવી રહ્યો છે. તેની વચ્ચે કંગનાએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે અને ડ્ર્ગ્સને લઈને ખુલાસો કર્યો છે.
કંગના રનૌત એક બાદ એક બોલિવૂડ ઈડસ્ટ્રીને લઈને ખુલાસા કરી રહી છે. તેના તમામ ખુલાસા ચોંકાવનારા છે. ગત દિવસોમાં કંગના રનૌતે આ વાતનો ખુલાસો કર્યો હતો કે, બોલિવૂડમાં ડ્રગ રેકેટ ચાલે છે, જેની તપાસ કરવા માટે નારકોટિક્સ બ્યૂરોએ પગલા લેવા જોઈએ. હવે તેની વચ્ચે તેણે ફરી એકવાર બોલિવૂડ ડ્રગ માફિયા પર નિશાન સાધ્યું છે.
કંગનાએ કહ્યું કે, “કેટલાક યુવા કલાકાર જે મારી ઉમરના હતા, તે વ્યક્તિગત રીતે ડ્રગ્સ લે છે અને શો કરે છે. બીજું આ કલાકારો વિશે બ્લાઈન્ડ આઈટમ પણ લખવામાં આવતી હતી. ડિલર સમાન હોય છે. બધુ નિયંત્રિત કરવામાં આવે છે. તેમની પત્નીઓ પણ પાર્ટીઓમાં યજમાની કરે છે. અહીં સંપૂર્ણ રીતે અલગ વાતાવરણ હોય છે. આપને એવા લોકો મળી જશે જે માત્ર ડ્રગ્સનું સેવન કરે છે અને બીજા સાથે દુર્વ્યવહાર કરે છે.”
વધુમાં તેમણે કહ્યું કે, કેટલીક સરકારે આ બોલિવૂડ-ડ્રગ માફિયાને આગળ વધવામાં મદદ કરી છે. બોલિવૂડ ડ્રગ માફિયાનો સંબંધ છે, તે એકબીજાને ઓળખે છે. બધાનો એક જ ડીલર અને પેડલર્સ છે. આર્ટિસ્ટ ડ્રગ્સનું સેવન કરે છે. આ લોકો ભાઈ-ભત્રીજાવાદને પ્રોત્સાહન આપે છે. તેમાંથી ઘણા બાળપણથી ડ્રગ્સનું સેવન કરે છે અને બાદમાં અભિનેતા અથવા નિર્દેશક બની જાય છે. આ અભિનેતાઓમાંથી મે એક સાથે ડેટ કરી છે. કંગનાએ કહ્યું કે, તેઓ એક ચોક્કસ જગ્યાએ જાય છે અને ત્યાં ડ્રિંક સાથે શરુ કરે છે અને બાદમાં એક રોલ અને એક ગોળી, પછી તેઓ સુંઘે છે. આ બધુ ગુપ્ત સંકેતમાં થાય છે.
કંગનાએ ડ્રગ રેકેટનો કર્યો ખુલાસો, કહ્યું- અભિનેતાઓની પત્નીઓ ઘરમાં જઈને ડ્રગ્સનું સેવન કરે છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Aug 2020 08:14 PM (IST)
કંગનાએ કહ્યું કે, “કેટલાક યુવા કલાકાર જે મારી ઉમરના હતા, તે વ્યક્તિગત રીતે ડ્રગ્સ લે છે અને શો કરે છે. ડિલર સમાન હોય છે. બધુ નિયંત્રિત કરવામાં આવે છે. તેમની પત્નીઓ પણ પાર્ટીઓમાં યજમાની કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -